શિખર ધવનની પોસ્ટ પર ફિદા થઈ બોલ્ડ હસીના, જાણો કોણ છે આ યુવતી?
પંજાબ કિંગ્સના કેપ્ટન અને ભારતીય ક્રિકેટના ગબ્બર શિખર ધવન અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હવે તેની એક પોસ્ટને કારણે તે ચર્ચામાં છે.
મેદાનની જેમ શિખર ધવન પોતાના અંગત જીવનમાં પણ સંઘર્ષ કરી રહ્યો છે. બધા જાણે છે કે તેમના અને તેમની પત્ની આયેશા મુખર્જીના છૂટાછેડા થઈ ગયા છે.

તેની પત્ની આયેશાને ત્રણ બાળકો હોવા છત્તા શિખર ધવને તેની સાથે બીજા લગ્ન કર્યા હતા.હવે બંને અલગ થઈ ગયા છે. આયેશા ઓસ્ટ્રેલિયામાં છે અને શિખર ધવન ભારતમાં છે. ધવન સાથેના બીજા લગ્નથી આયેશાને એક અને પ્રથમ લગ્નથી બે પુત્રીઓ છે. હવે તેના પુુત્ર જોરાવરને મળવા શિખર ધવન તડપે છે.
ધવને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે જોરાવરના નામની જર્સી પહેરી છે. અપેક્ષા છે કે તે જોરાવરના નામની જર્સી પહેરીને IPL મેચ રમી શકે છે.
ધવને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, દીકરા... તું હમેશા મારી સાથે છે. આ પોસ્ટ પછી દરેક વ્યક્તિ ધવનની બેચેની અનુભવી શકે છે. ધવનની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે અને લોકો તેના પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.
જો કે આ પોસ્ટ પર સૌથી વધુ સ્પર્શતી ટિપ્પણી પ્રખ્યાત એન્કર અને ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક શેફાલી બગ્ગા દ્વારા કરવામાં આવી છે. તેણે તેને આઈપીએલની શ્રેષ્ઠ પોસ્ટ અને શ્રેષ્ઠ ફોટો ગણાવ્યો છે.
આ પોસ્ટ બાદ શેફાલી બગ્ગા સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગઈ છે. જ્યાં કેટલાક લોકો તેની ટિપ્પણીના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક લોકો એવા છે જેઓ શેફાલી અને ધવનને લિંક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે શેફાલી તેના ગ્લેમરસ લુકને કારણે હંમેશા લોકોમાં લોકપ્રિય છે. તે બિગ બોસનો પણ ભાગ રહી ચૂકી છે. 1 જુલાઈ 1994ના રોજ દિલ્હીમાં જન્મેલી શેફાલીએ દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી સ્નાતક છે.
આ પછી તેણીએ માસ કોમ્યુનિકેશનનો કોર્સ કર્યો અને તે પછી તેણે એન્કરિંગની દુનિયામાં પ્રવેશ કર્યો અને થોડા જ સમયમાં તે ટીવીની હોટ એન્કરોમાંની એક બની ગઈ છે. બિગ બોસના કારણે તે ફેમસ થઈ ગઈ.
કેટલાક લોકોનું કહેવું છે કે શેફાલી આ દિવસોમાં આઉટફિટ બ્રાન્ડના માલિક આરવ જૈનને ડેટ કરી રહી છે, જો કે તેણે આ વાતની પુષ્ટિ કરી નથી. હાલમાં શિખર ધવન પર કોમેન્ટ કર્યા બાદ તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે.












Click it and Unblock the Notifications
