ઇરફાન પઠાણના પુત્રનું નામ ઇમરાન ખાન, ટ્વીટર પર મચ્યુ તોફાન

Subscribe to Oneindia News

હાલમાં જ અભિનેત્રી કરીના કપૂર અને અભિનેત સૈફ અલી ખાનના દીકરાના નામ પર ટ્વીટર પર ઘણી બબાલ મચી. લોકોને એ વાત પર વાંધો હતો કે આ બંનેએ પોતાના દીકરાનું નામ તૈમૂર કેમ રાખ્યુ ? આ બબાલ બાદ હવે લોકોના નિશાન પર છે ક્રિકેટર ઇરફાન પઠાણ.

irfana khan

પુત્રનું નામ પકિસ્તાની પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનના નામ પર રાખ્યુ છે. ઇરફાનની આ વાત પર નારાજ થયેલ લોકોએ ટ્વીટર પર ક્રિકેટર ઇરફાન પઠાણને તેના દીકરાનું નામ દાઉદ કે યાકૂબ ન રાખવાની સલાહ આપી. જેના પર હવે ક્રિકેટર ઇરફાને વળતો જવાબ આપ્યો છે.

દેશનું નામ રોશન કરશે

ઇરફાને ટ્વીટર પર લખ્યુ કે નામ ગમે તે રાખીએ પરંતુ એક વાત નક્કી છે કે તે પણ પોતાના પપ્પા અને મોટા પપ્પાની જેમ આ દેશનું નામ રોશન કરશે. ત્યારબાદ જે લોકો ઇરફાનના દીકરાના નામ પર હોબાળો કરી રહ્યા હતા તે ચૂપ થઇ ગયા.

મોડલ સફા બેગ સાથે નિકાહ

ઉલ્લેખનીય છે કે ઇરફાન 19 ડિસેમ્બરના દિવસે પિતા બન્યો છે. ઇરફાન પઠાણે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મૂળ રીતે ભારતીય પરંતુ દુબઇમાં રહેતી મોડલ સફા બેગ સાથે નિકાહ કર્યા હતા. બંનેના નિકાહ જિદ્દાહમાં થયા હતા જેમાં પરિવારના માત્ર નજીકના મિત્રો, પરિવારજનો અને સંબંધીઓ સામેલ થયા હતા. જો કે બાદમાં વડોદરામાં એક ગ્રાંડ રિસેપ્શન રાખ્યુ હતુ. જેમાં ખેલ જગત અને રાજકારણના જાણીતા ચહેરા સામેલ થયા હતા.

English summary
Bowling ace and new dad Irfan Pathan was asked not to name his son Daud or Yakub by a Twitter user last week
Please Wait while comments are loading...