Champions trophy 2025 : ભારત ફાઈનલ જીતશે તો ઇતિહાસ રચાશે, આવુ કરનારી એકમાત્ર ટીમ બની જશે
Champions trophy 2025 : 9 માર્ચે દુબઈમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ રમાશે. અહીં ભારત અને ન્યૂઝીલેન્ડ ટકરાશે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ ટ્રોફી માટે મેદાને ઉતરશે.
જો ભારત આ મુકાબલો જીતશે તો તે ત્રીજી વાર ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમ બનશે અને ઓસ્ટ્રેલિયાને પાછળ છોડીને આગળ નીકળી જશે.

ભારત અગાઉ 2002 અને 2013માં આ ટાઈટલ જીતી ચૂક્યું છે. 2002માં શ્રીલંકા સાથે ફાઈનલ ટાઈ રહ્યા બાદ બંનેને સંયુક્ત વિજેતા જાહેર કરાયા હતા, 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો હતો.
2017માં આ ટૂર્નામેન્ટ ઈંગ્લેન્ડમાં યોજાઈ હતી અને પાકિસ્તાને ફાઈનલમાં ભારતને 180 રનથી પરાજિત કરી ટાઈટલ જીત્યું હતું.
ICC ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 1998માં થઈ હતી. આ સમયે દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને હરાવી પ્રથમ ટ્રોફી જીતી હતી. 2000માં ન્યૂઝીલેન્ડે ભારતને પરાજય આપ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ 2006માં વેસ્ટ ઈન્ડિઝ અને 2009માં ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવીને બે ટાઈટલ જીત્યા હતા. 2017માં પાકિસ્તાને ભારતને હરાવીને પ્રથમ વાર ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
ભારતીય ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ અને ઋષભ પંત જેવા સ્ટાર ખેલાડીઓ સામેલ છે.
બોલિંગમાં મોહમ્મદ શમી અને વરુણ ચક્રવર્તી ટીમની મજબૂતાઈ વધારી રહ્યાં છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા ભારત માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
આ ચેમ્પિયન્સ ટ્રોફીની નવમી સિઝન છે. ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેએ અગાઉ બે-બે વખત આ ટાઈટલ જીત્યું છે. જો કે, સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા ભારત સામે હારી જતા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. હવે ભારતે જો ન્યૂઝીલેન્ડને હરાવીને જીત મેળવી લે તો તે ચેમ્પિયન્સ ટ્રોફીનો ત્રીજી વાર વિજેતા બનનારી ટીમ બની જશે.












Click it and Unblock the Notifications
