Champions Trophy 2025 : ચેમ્પિયન ટ્રોફીમાં આ તારીખે ટકરાશે ભારત-પાકિસ્તાન, સામે આવી ગયો કાર્યક્રમ

Champions Trophy 2025 : 2025ની ચેમ્પિયન ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થવા જઈ રહ્યું છે. ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે નહીં તે ચર્ચા વચ્ચે હવે કાર્યક્રમ સામે આવી રહ્યોં છે.

ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં પોતાની જીતનો જશ્ન મનાવી રહી છે. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને ફાઈનલ સહિત એક પણ મેચ હાર્યા વગર ટ્રોફી પર કબ્જો કર્યો છે. હવે આવતા વર્ષે વધુ એક મોટી ICC ઈવેન્ટ થવા જઈ રહી છે.

Champions Trophy 2025

ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. ભારતીય ટીમ ત્યાં રમવા જશે કે નહીં તેનો નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયા સાથેની મેચનું શેડ્યૂલ નક્કી કર્યું છે.

ફેન્સને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવાનો મોકો મળી શકે છે. પીસીબીએ બંને ટીમો વચ્ચેની મેચ માટે 1 માર્ચની તારીખ નક્કી કરી છે. અહેવાલો અનુસાર, ભારતને ગ્રુપ Aમાં રાખવામાં આવશે. ભારત ઉપરાંત પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશની ટીમો પણ હશે.

પીટીઆઈ સાથે વાત કરતા આઈસીસીના એક સૂત્રએ જણાવ્યું કે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ રહેલા તમામ ક્રિકેટ બોર્ડે તેમને તેમના સમર્થનની ખાતરી આપી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ અંગે પહેલા સરકાર સાથે વાત કરશે. આ પછી ICCને અપડેટ કરશે.

PCBએ ટૂર્નામેન્ટનો ડ્રાફ્ટ ICCને મોકલી દીધો છે. 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી કુલ 15 મેચોના આયોજનનો ઉલ્લેખ છે. આમાંથી સાત મેચ લાહોરમાં રમાશે. ત્રણ મેચ કરાચીમાં અને પાંચ મેચ રાવલપિંડીમાં રમાવાની છે. ઈન્ડિયાની તમામ મેચ લાહોરમાં રમાવવાનો પ્રસ્તાવ છે.

PCB તેની તૈયારીઓ કરી રહ્યું છે પરંતુ હજુ સુધી BCCI તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી. હાઇબ્રિડ મોડલનો પણ ઉલ્લેખ કરી શકાય છે. જો કે પીસીબીએ અગાઉ પણ કહ્યું છે કે તેઓ હાઇબ્રિડ મોડલ હેઠળ નહીં જાય. એશિયા કપમાં પણ આવું જ થયું હતું. તે સમયે કેટલીક મેચ પાકિસ્તાનમાં અને બાકીની શ્રીલંકામાં રમાઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X