Champions Trophy 2025 : ચેમ્પિયન ટ્રોફી રમવા ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે નહી? લો થઈ ગયો ખુલાસો
Champions Trophy 2025 : આવનારી 2025ની ચેમ્પિયન ટ્રોફીને લઈને વિવાદ વધી રહ્યો છે. ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે કેમ તે ચર્ચા વચ્ચે હવે ખુલાસો થઈ ગચો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવાની કોઈ શક્યતા નથી.

અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ અંગે ICC સાથે વાત કરશે. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઈબ્રિડ મોડલ હેઠળ થઈ શકે છે. ટીમ ઈન્ડિયાની મેચો દુબઈ અથવા શ્રીલંકામાં યોજાઈ શકે છે. આ પહેલા એશિયા કપમાં પણ આવું જ બન્યું હતું.
ANIના એક સમાચાર અનુસાર, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જાય તેવી શક્યતા નથી. BCCI દુબઈ અથવા શ્રીલંકામાં મેચ યોજવા માટે ICC સાથે વાત કરશે.
એવું પણ શક્ય છે કે ટીમ ઈન્ડિયા તેની મેચ દુબઈ અથવા શ્રીલંકામાં રમે અને બાકીની મેચ પાકિસ્તાનમાં યોજાય. આ પહેલા એશિયા કપમાં પણ કંઈક આવું જ બન્યું હતું. ભારતે તેની તમામ મેચો શ્રીલંકામાં રમી હતી.
સૂત્રો અનુસાર, ટીમ ઈન્ડિયાનો કોઈ ખેલાડી પાકિસ્તાન જવા માટે તૈયાર નથી. જો કે, હજુ વધુ વાતચીત ચાલી રહી છે. ભારત પાકિસ્તાન જવા તૈયાર નથી પરંતુ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ગયા વર્ષે અહીં ODI વર્લ્ડ કપ માટે ભારત આવી હતી. આ કારણોસર હજુ વધુ વાટાઘાટો થઈ શકે છે.
પાકિસ્તાને તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો ડ્રાફ્ટ ICCને સુપરત કર્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સંપૂર્ણ શિડ્યુલ તૈયાર કરી લીધું છે. તેણે લાહોરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનું આયોજન કરવાની યોજના બનાવી છે.
આ મેચ 1 માર્ચે રમાવાની હતી પરંતુ ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જવાને કારણે તેનો પ્લાન બરબાદ થઈ જશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેણે ટીમ ઈન્ડિયાની તમામ મેચ લાહોરમાં જ રાખી હતી.












Click it and Unblock the Notifications
