champions trophy final 2025 : 12 વર્ષ પછી ઇતિહાસ દોહરાવાયો, ભારતે ચેમ્પિયન ટ્રોફી પર કબ્જો કર્યો
champions trophy final 2025 : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલા ચેમ્પિયન ટ્રોફીના ફાઈનલ મુકાબલામાં ભારતે શાનદાર જીત મેળવીને 12 વર્ષ બાદ ઇતિહાસ દોહરાવ્યો છે.
દુબઈમાં રમયેલા આ મુકાબલમાં પહેલા બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 251 રન બનાવ્યા હતા. ભારતીય બોલરોએ ન્યુઝીલેન્ડને 50 ઓવરમાં 7 વિકેટ સાથે 251 પર રોકીને અડધો મુકાબલો પહેલા જ જીતી લીધો હતો.

બીજી ઈનિંગમાં ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં જોવા મળી. રોહિત શર્માએ ગીલ સાથે મળીને ટીમને શાનદાર શરૂઆત અપાવી અને ટીમ પરથી દબાણ હટાવી દીધુ. રોહિત શર્માએ 83 બોલમાં શાનદાર 76 રન બનાવ્યા. રોહિત શર્માએ ગિલ સાથે મળીને પહેલી વિકેટે 105 રનની પાર્ટનરશિપ કરી. ઼
આ સિવાય ભારત માટે શ્રેયસ અય્યર ફરીથી હુકમનો એક્કો સાબિત થયો અને ટીમ માટે મુશ્કેલ સ્થિતીમાં શાનદાર 48 રનની ઇનિંગ રમી. તેની સાથે અક્ષર પટેલે મહત્વની 61 રનની પાર્ટનરશિપ કરીને ટીમને જીત સુધી પહોંચાડવાનો રસ્તો સાફ કર્યો. અક્ષર પટેલે 29 રનની નાની પણ મહત્વની ઈનિંગ રમી. આ સિવાય કેએલ રાહુલ ફરી એક વખત જીત સુધી ક્રિઝ પર રહ્યો અને જીતાડીને પરત ફર્યો.
આ મુકાબલામાં ભારતીય બોલરોએ રંગ રાખ્યો. આંકડા પર નજર કરીએ તો વરૂણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી. આ સિવાય રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ એક-એક વિકેટ પોતાના નામે કરી.












Click it and Unblock the Notifications
