IPL Auction: ચેન્નાઈ સુપર કિંગ્સે આ ખેલાડીઓ પર લગાવ્યો દાવ, તૈયાર થઈ ગઈ ખતરનાક ટીમ
ipl auction:પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ IPLમાં કેટલાક સારા ખેલાડીઓ પર નજર રાખી રહી છે. CSK આ લીગની સૌથી સફળ ટીમોમાંથી એક છે. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે અનેક અવસર પર અજાયબીઓ કરી છે અને આ વખતે પણ માહી ટીમની સાથે છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ ખેલાડીઓને રીટેઈન કર્યા છે, જેમાં મહેન્દ્ર સિંહ ધોનીનું નામ પણ સામેલ છે. ધોનીને અનકેપ્ડ ખેલાડી તરીકે રાખવામાં આવ્યો છે. કપ્તાની રુતુરાજ ગાયકવાડના હાથમાં છે. તેમના સિવાય ટીમના કેટલાક જૂના ખેલાડીઓને પણ રાખવામાં આવ્યા છે. આ વખતે ચેન્નાઈ છઠ્ઠું ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે.

ગત સિઝનમાં પણ રૂતુરાજ ગાયકવાડ આ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. જોકે, માહીના નિર્ણયો મેદાન પર જ લેવામાં આવે છે. ધોની ઉપરાંત ત્રણ વધુ ખેલાડીઓ આ ટીમના કેપ્ટન રહ્યા છે. તેમાં સૌથી પહેલું નામ સુરેશ રૈનાનું છે. તેમના સિવાય રવિન્દ્ર જાડેજા પણ કેપ્ટન રહી ચૂક્યા છે અને હવે કમાન ગાયકવાડના હાથમાં છે.
ચેન્નાઈ સુપર કિંગ્સઆ ખેલાડીઓને રીટેઈન કર્યા
- રૂતુરાજ ગાયકવાડ- 18 કરોડ
- રવિન્દ્ર જાડેજા- 18 કરોડ
- શિવમ દુબે- 12 કરોડ
- મથિશા પાથિરાના - 13 કરોડ
- મહેન્દ્ર સિંહ ધોની- 4 કરોડS












Click it and Unblock the Notifications
