ગૌતમ ગંભીરની એન્ટ્રી થતા જ ટીમ ઈન્ડિયામાં વિવાદ? જાણો કેમ શ્રીલંકા પ્રવાસ માટે ટીમની જાહેરાત અટકી?
ગૌતમ ગંભીરની એન્ટ્રી થતા જ ટીમ ઈન્ડિયામાં કેટલાક વિવાદ શરૂ થયાના અહેવાલ છે. હવે શ્રીલંકા પ્રવાસ માટે ટીમ સિલેક્શન કમિટીની બેઠક રદ કરાઈ છે.
ભારતીય ક્રિકેટ ટીમે 27 જુલાઈથી શ્રીલંકામાં ત્રણ મેચની T20 શ્રેણી રમવાની છે. ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં ત્રણ મેચની T20 અને 3 મેચની ODI શ્રેણી રમશે.

આજે BCCIએ શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવાની હતી. જો કે હવે સમાચાર આવ્યા છે કે આજે ટીમની જાહેરાત કરવામાં આવશે નહીં.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે શ્રીલંકા સામેની T20 અને ODI શ્રેણી માટે ટીમની જાહેરાત કરવામાં આવશે નહીં. પસંદગી સમિતિની બેઠક આજે મોકૂફ રાખવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે આ બેઠક આવતીકાલે યોજાશે.
જણાવી દઈએ કે, અગાઉ માહિતી મળી હતી કે ટીમની જાહેરાત આજે એટલે કે 17મી જુલાઈએ કરવામાં આવશે. 19 જુલાઈથી 22 જુલાઈ સુધી BCCI સચિવ જય શાહ ICCની બેઠકનો ભાગ હશે. આવી સ્થિતિમાં 17મી જુલાઈ એટલે કે આજે એક બેઠક યોજાવાની હતી અને ટીમની જાહેરાત થવાની હતી.
રિપોર્ટ અનુસાર, હવે આવતીકાલે એટલે કે 18 જુલાઈએ શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે. મતલબ કે આજે મળનારી પસંદગી સમિતિની બેઠક હવે આવતીકાલે થશે.
આવતીકાલે સિલેક્શન મીટિંગ અને ટીમની જાહેરાત બાદ BCCI સેક્રેટરી જય શાહ 19 થી 22 જુલાઈ દરમિયાન શ્રીલંકામાં યોજાનારી ICC મીટિંગમાં હાજરી આપશે. જો કે, મીટિંગ અને ટીમની જાહેરાતને મુલતવી રાખવા અંગે બીસીસીઆઈ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
જણાવી દઈએ કે, રોહિત શર્મા શ્રીલંકા સામેની ODI સીરીઝમાં અને સૂર્યકુમાર યાદવ T20 સીરીઝમાં ટીમ ઈન્ડિયાની આગેવાની કરી શકે છે. રિપોર્ટ અનુસાર, મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર સૂર્યકુમાર યાદવને T20 કેપ્ટન બનાવવાના પક્ષમાં છે. નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર હાર્દિકને T20 કેપ્ટન બનાવવાના પક્ષમાં નથી. તેનું કારણ હાર્દિકે વચ્ચે બ્રેક લેવો, સતત ઈજાગ્રસ્ત થવું અને ત્રણેય ફોર્મેટમાં ન રમવું છે.












Click it and Unblock the Notifications
