Cricket : ભારતીય બેટ્સમેન મયંક અગ્રવાલને આઈસીયુમાં દાખલ કરાયો, જાણો કેવી છે હાલત?

ભારતીય બેટ્સમેન મયંક અગ્રવાલને આઈસીયુમાં દાખલ કરાયો હોવાના અહેવાલ છે. સમાચારો અનુસાર, મયંક અગ્રવાલને રણજી મેચ બાદ પ્લેનમાં ચડતી વખતે ગળામાં તકલીફ થઈ હતી.

કર્ણાટક ક્રિકેટ ટીમના કેપ્ટન મયંક અગ્રવાલને તાત્કાકિલ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. ત્રિપુરાની રાજધાની અગરતલામાં રણજી ટ્રોફી મેચ રમીને પરત ફરી રહેલા મયંકને પ્લેનમાં ચડતાની સાથે જ મોં અને ગળામાં તકલીફ થઈ હતી.

Mayank Agarwal

આ પછી તેને નીચે ઉતારીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. અહેવાલો અનુસાર, મયંક અગ્રવાલ હવે ખતરાથી બહાર છે અને તેની હાલત સારી છે.

રણજી ટ્રોફીના ગ્રુપ સ્ટેજની મેચ ત્રિપુરા અને કર્ણાટક વચ્ચે અગરતલામાં 26 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી વચ્ચે રમાઈ હતી. આ પછી કર્ણાટકના ખેલાડીઓ આજે પરત ફરી રહ્યા હતા.

અહેવાલો અનુસાર, મયંક પ્લેનમાં ચડ્યો ત્યારે તેને મોં અને ગળામાં બળતરા થવા લાગી અને તેને દુખાવો થયો. આ પછી તેને તાત્કાલિક બહાર કાઢીને અગરતલાની આઈએલએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તે કોઈ ખતરાની બહાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X