Cricket Record : કુલદીપ-જાડેજાએ બનાવ્યો આ મહારેકોર્ડ
Cricket Record : ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે વનડેની પહેલી મેચ રમાઇ હતી. જેમાં ભારતની પાંચ વિકેટે શાનદાર જીત થઇ હતી. આ જીતમાં રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. આ મેચમાં કુલદીપ યાદવે ચાર વિકેટ લીધી અને પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો હતો.
આ મેચમાં કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. બંને એક ODIમાં સાત વિકેટ લેનારી પ્રથમ ભારતીય ડાબોડી સ્પિન જોડી બની ગઇ છે.

બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે ભારતીય સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને તેને સાચો સાબિત કર્યો હતું. કારણ કે, ભારતીય બોલરોએ વેસ્ટ ઈન્ડિઝને માત્ર 23 ઓવરમાં 114 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે 45 બોલમાં 43 રનની લડાયક ઇનિંગ રમી હતી. હોપ અને મુખ્ય બેટ્સમેન એલીક અથાનાઝ સિવાય, વેસ્ટ ઈન્ડિઝનો કોઈપણ બેટ્સમેન બ્રિજટાઉન ખાતે ભારત સામેની શ્રેણીની શરૂઆતની મેચમાં 20 રનનો આંકડો પાર કરી શક્યો ન હતો.
સ્પિનરકુલદીપે ચાર વિકેટ લીધી હતી અને માત્ર 6 રન આપ્યા હતા. જ્યારે કુલદીપે ચાર મહત્વની વિકેટો ઝડપી હતી, ત્યારે તેના સાથી જાડેજાએ શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ અને રોમારીયો શેફર્ડને પેવેલિયન મોકલ્યા હતા.
ઉલ્લેખનીય બાબત છે કે, જાડેજાએ એક જ ઓવરમાં પોવેલ અને શેફર્ડની વિકેટ લીધી હતી. જાડેજા અને કુલદીપની બોલિંગ જોડીએ ODI ફોર્મેટમાં પણ ઈતિહાસ રચ્યો હતો અને પ્રથમ ODI મેચમાં સાત વિકેટો લીધી હતી.
કુલદીપ (4/6) અને જાડેજા (3/37)ની જોડી વન-ડેમાં સાત કે તેથી વધુ વિકેટ લેનારી ભારતીય ડાબોડી સ્પિનર્સની પ્રથમ જોડી બની છે.
જાડેજા અને કુલદીપની શાનદાર બોલિંગને કારણે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 50 ઓવરના ફોર્મેટમાં ભારત સામે તેનો બીજો સૌથી ઓછો સ્કોર (114) નોંધાવ્યો હતો. ભારતે અગાઉ 2018માં તિરુવનંતપુરમ મેદાનમાં વેસ્ટ ઈન્ડિઝને 104 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.












Click it and Unblock the Notifications
