ગૌતમે પૂછ્યો છે ગંભીર સવાલ, તમારી પાસે છે જવાબ?

Written By:
Subscribe to Oneindia News

દેશના લોકપ્રિય ક્રિકેટર ગૌતમ ગંભીર ફરી એકવાર પોતાના ટ્વીટ દ્વારા ચર્ચામાં છે, તેમણે દેશના જ્વલંત મુદ્દા અંગે લોકોનું ધ્યાન ખેંચવાનો પર્યત્ન કર્યો છે. આઇપીએલની કેકેઆર ટીમના કપ્તાને ટ્વીટર પર દેશવાસીઓ પાસે એક ગંભીર પ્રશ્નનો જબાવ માંગ્યો છે. સાથે જ દેશની ગંભીર સમસ્યાઓને છોડીને અંદરો-અંદર લડતા નેતાઓ અને કાર્યકર્તાઓ પર વ્યંગ કર્યો છે.

ગૌતમ ગંભીરનું સૂચક ટ્વીટ

ગૌતમ ગંભીરે પોતાના ટ્ટવીટર એકાઉન્ટ પર એક બાળ મજૂરની તસવીર પોસ્ટ કરી છે. આ તસવીર પર લખાણ છે, અમે તારા માટે કંઇ નહીં કરી શકીએ મિત્ર, અમારે હજુ ઘણા મંદિર અને મસ્જિદ બનાવવાના છે. આ તસવીર પોસ્ટ કરતાં ગૌતમ ગંભીરે લખ્યું છે, આઝાદીના 70મા વર્ષે હજુ પણ હું મારા આ મિત્ર માટે જવાબ શોધી રહ્યો છું. કોઇ સૂચન છે?

ટ્વીટ થયું વાયરલ

ટ્વીટ થયું વાયરલ

ગૌતમ ગંભીરનું આ ટ્વીટ ઘણું સૂચક છે. આ ટ્વીટ હાલ ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યું છે અને અનેક લોકો તેના જવાબ આપી રહ્યાં છે. આ ટ્વીટ 1500થી વધુ વાર રિટ્વીટ થઇ ચૂક્યું છે અને 7 હજારથી વધુ લોકોએ આ ટ્વીટ લાઇક કર્યું છે.

સારું કામ, એ જ સાચી પ્રાર્થના

સારું કામ, એ જ સાચી પ્રાર્થના

Gautiam Aranyaka Dal નામના ટ્વીટ યૂઝરે ગૌતમ ગંભીરના આ ટ્વીટ પર જવાબ આપતાં લખ્યું છે, એકદમ સાચી વાત છે. ભગવાનને પૂજવા માટે આપણે હજારો મંદિર કે મસ્જિદની જરૂર નથી. તમારું સારું કામ એ જ તમારી પ્રાર્થના છે.

રસપ્રદ રિપ્લાય

રસપ્રદ રિપ્લાય

વિરાટ કોહલી નામના યૂઝરે લખ્યું છે, એ ના હિંદુ છે ના મુસ્લિમ, ના મંદિર જાય છે ના મસ્જિદ, એ તો ગરીબ છે, એને માત્ર પોતાની ભૂખની ખબર છે. તો નદીમ ઝકારિયા નામના યૂઝરે લખ્યું છે, આ દુનિયામાં દરેક પ્રકારના દિવસો ઉજવવામાં આવે છે. હું લોકોને અપીલ કરું છું કે, એક રોટી દિવસ પણ ઉજવો, જેથી ગરીબોની થોડી મદદ થાય.

ગૌતમના ગંભીર વિચારો

ગૌતમના ગંભીર વિચારો

આ પહેલી વાર નથી જ્યારે ગૌતમ ગંભીરે દેશનો કોઇ સમાજીક મુદ્દો લોકો સમક્ષ મુક્યો હોય. કાશ્મીરમાં સેનાના જવાનો પર પથ્થરમારો, ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનના વિજય પર કાશ્મીરમાં અલગાવવાદીઓની ઉજવણી, વગેરે જેવા મુદ્દે પણ ગૌતમ ગંભીર પોતાના વિચારો વ્યક્ત કરી ચૂક્યાં છે.

English summary
Cricketer Gautam Gambhir Asked Serious Question On Mandir Masjid At Twitter. India will commemorate its 70th year of independence from British Raj on August 15th.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.