હાર્દિક પંડ્યાની આ સરપ્રાઇઝે, પિતાના ચહેરા પર લાવ્યું સ્મિત

ટીમ ઇન્ડિયાના જાણીતા ક્રિકેટર હાર્દિક પંડ્યાએ વડોદરામાં આપી તેના પિતાને કારની ભેટ. ભેટ આપ્યા પછી હાર્દિકે સોશ્યલ મીડિયા પર શું કહ્યું. જાણો અહીં.

ભારતીય ક્રિકેટના જાણીતો ચહેરો બની ચૂકેલા વડોદરાના હાર્દિક પંડ્યાએ તેમના પિતા હિમાંશુ પંડ્યાને એક અનોખી સરપ્રાઇઝ આપી છે. જેના કારણે તેમના પિતાના ખુશી બમણી થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે આ હાર્દિક પંડ્યા શ્રીલંકાના પ્રવાસે છે પણ હાર્દિકના પિતરાઇ ભાઇએ હાર્દિકના પિતાને કારના શો રૂમ પર લઇ જઇને નવી SUV કાર જે હાર્દિકે તેમના માટે પસંદ કરી હતી તે આપતા પિતાના ચહેરા પર ખુશી છવાઇ ગઇ હતી. તે પછી સોશ્યલ મીડિયા પર હાર્દિક પંડ્યાએ તેના પિતાનો એક વીડિયો પણ રજૂ કર્યો હતો. જેમાં હાર્દિકના પિતા હિમાંશુભાઇની ખુશી સ્પષ્ટ દેખાતી હતી.

Hardik Pandya

પિતાને આ ગીફ્ટ આપ્યા પછી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ લખ્યું હતું કે આ માણસને દુનિયાની તમામ ખુશીઓ મેળવવાનો હક છે. હું ખુબ જ ખુશ છું તેમના ચેહરાને આ રીતે ખુશીથી ખીલેલો જોઇને. ત્યારે પિતા હિમાંશુ ભાઇએ પણ હાર્દિક આવી રીતે સારું રમતો રહે અને વડોદરાની શાન વધારે તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં હાર્દિકનો પરિવાર પણ આ પ્રસંગે સાથે રહ્યો હતો. અને બધા જ લાલ રંગની એસયુવી ગાડીની હાર્દિકની આ સરપ્રાઇઝ મેળવીને ખુશ હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X