For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરુણ નાયરે પ્રેમિકાને સગઈ માટે પ્રપોઝ કર્યું, જુઓ Video

કરુણ નાયરે પ્રેમિકાને સગઈ માટે પ્રપોઝ કર્યું, જુઓ Video

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર કરણ નાયર જલદી જ લગ્ન સંબંધમાં બંધાવા જઈ રહ્યા છે. તેમણે ઘોષણા કરી છે કે તેમણે પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સનાયા તકરીવાલાની સાથે સગાઈ કરી લીધી છે. જણાવી દઈએ કે આ 27 વર્ષના ક્રિકેટર ત્યારે સમાચારમાં આવ્યા હતા જ્યારે તેમણે 2016માં ટ્રિપલ ટેસ્ટ સેન્ચ્યુરી ફટકારી હતી. આ કારનામું તેમણે ઈંગ્લેન્ડ સામે કરી બતાવ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની સગાઈની જાણકારી શેર કરતા લખ્યું- લડકીને હાં કહ દી.

કરુણ નાયરે પ્રપોઝ કર્યું

કરુણ નાયરે પ્રપોઝ કર્યું

આની સાથે જ નાયર ભારતીય ક્રિકેટના એ મશહૂર ખેલાડીઓમાં સામેલ થઈ ગાય છે જેમણે પાછલા વર્ષે ખુદને વૈવાહિક સંબંધમાં બાંધ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આ મામલામાં પહેલા નંબર પર છે. તેમણે એકદમ છૂપી રીતે અનુષ્કા સાથે ઈટલીમાં જઈ લગ્ન કરી લીધાં હતાં.

પોસ્ટ કરી

કરુણ નાયરે પોતાની મંગેતર સાથે એક ફોટો પણ શેર કર્યો છે. તેમની મંગેતરે પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર અન્ય કેટલીક તસવીરો શેર કરી છે. નાયરે ફોટોની સાથે એક વીડિયો પણ શે ક્યો છે જેમાં તે ગોઠણ પર બેસીને પોતાની પ્રેમિકાને પ્રપોઝ કરી રહ્યા છે. અહીં આ પોસ્ટ જોઈ શકો છો.

ટેસ્ટમાં ટ્રિપલ સેન્ચ્યુરી

ટેસ્ટમાં ટ્રિપલ સેન્ચ્યુરી

જ્યાં સુધી નાયરના કરિયરની વાત છે તો ટેસ્ટ ક્રિકેટમાં ટ્રિપલ સતક ફટકારી હોવા છતાં ટીમ ઈન્ડિયામાં તેમની જગ્યા પાક્કી ન થઈ શકી. તેઓ લાંબા સમયથી કોઈપણ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ નથી. તે કર્ણાટક તરફથી ઘરેલૂ ક્રિકેટમાં સતત સક્રિય છે જ્યાં તેમણે રણજી ટ્રૉફી અને અન્ય સીમિત ઓવરની રમતમાં પણ ભાગીદારી કરી છે. જણાવી દઈએ કે નાયર ઈન્ડિયન પ્રિમિયર લીગમાં નિયમિત રૂપે રમે છે. પાછલી સિઝનમાં તેઓ કિંગ્સ ઈલેવન પંજાબ ટીમનો હિસ્સો હતો.

વર્લ્ડ કપથી બહાર થયો વિજય શંકર, હવે આ ખેલાડીને જગ્યા મળી વર્લ્ડ કપથી બહાર થયો વિજય શંકર, હવે આ ખેલાડીને જગ્યા મળી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
cricketer karun nair proposed her girl friend
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X