મળો ક્રિકેટના તે સ્ટાર્સને જેમણે છોકરીને બનાવી તેમની દિવાની

આપ તો કોઇ પણ પ્રકારના સ્પોર્ટથી દૂર ભાગતી કેટલીય છોકરીને જ્યારે તમે ટીવી સામે ક્રિકેટ મેચ જોતી જુઓ અને તેને પૂછી લો કે તું ને ક્રિકેટ? ત્યારે જવાબ આવે કે "હું ક્રિકેટ મેચ થોડીને જોવ છું હું તો અહીં ધોનીને જોવા આવી છું."તમારી જોડે પણ ક્યારેક આવું બન્યું હશે ને! તમારી બહેન કે તમારી ગર્લફ્રેન્ડને કોઇ ક્રિકેટરને જોઇને મંદમંદ હસતી અને શરમાતી તમે જોઇ હશે!

ધણીવાર મહિલાઓ પણ અંદર અંદર ચર્ચાઓ ચાલતી હોય છે કે પેલા ક્રિકેટરને જોયો...યાર કેટલો ક્યૂટ લાગે છે. અને ધણીવાર તે અંદર અંદર તે વાતે પણ ઝગડાઇ પડે કે કયા ક્રિકેટર કોના કરતા સારો. ત્યારે આજે અમે કેટલાક તેવા જ ક્રિકેટરોની વાત કરવાના છીએ જેમના લીધે કરીને કેટલીક છોકરીઓએ ક્રિકેટમાં રસ દેખાડવાનું શરૂ કરી દીધું છે. તો વાંચો આ રસપ્રદ ફોટોસ્લાઇડર...

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

માસ્ટર બ્લાસ્ટ અને ક્રિકેટના ભગવાન તેવા સચિન તેંડુલકર ખૂબ જ શરમાળ વ્યક્તિત્વ ધરાવે છે અને તેમનો આ ક્યૂટ અને સ્વીટ લૂક જ છે જે અનેક છોકરીઓને તેમના દિવાના બનાવી દે છે.

સૌરભ ગાંગુલી

સૌરભ ગાંગુલી

કોલકત્તાના દાદા એવા સૌરભ ગાંગુલી જ્યારે મેદાન ઉતરતા હતા ત્યારે અનેક છોકરીઓ તેમની ફ્લાઇંગ કિસ આપતી હતી. ભારતના આ પહેલા સક્સેસફુલ કપ્તાનની અનેક દિવાનીઓ આજે પણ છે.

વસીમ અકરમ

વસીમ અકરમ

ક્રિકેટના હેન્ડસમ પ્લેયર્સમાંથી એક એવા વસીમ અક્રમે અનેક ભારતીય છોકરીઓને પાકિસ્તાનની મેચને જોવા માટે મજબૂર કરી છે. અને આજે પણ તેમનો ચાર્મ ઓછો નથી થયો.

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

યુવી,યુવીના નામની ચીસો તમે પણ સાંભળી જ હશે. આ ચાર્મિંગ પ્લેયરની તો હિરોઇનોથી લઇને મોડેલે પણ દિવાની છે.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

ધોનીના લગ્ન થઇ ગયા છે તે એક બાળકીનો પપ્પા પણ છે પણ કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે તેવું જ કંઇ લાખ્ખો છોકરીઓ આજે પણ માને છે અને તે આજે પણ આ મિસ્ટર કૂલની દિવાની છે.

અનિલ કુંબલે

અનિલ કુંબલે

ક્રિકેટની દુનિયામાં અનિલ ચોકલેટી જંબો નામે જાણીતા છે. કહેવાય છે કે અનિલની એક ઝલક મેળવવા માટે છોકરીઓ કલાકો સુધી લાઇનમાં ઊભી રહેતી હતી.

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડને છોકરીઓ સાયલન્ટ કિલર કહેતી હતી. મિસ્ટર પફેક્ટ એવા રાહુલને આજે પણ અનેક યંગ જનરેશનની યુવતીઓ પસંદ કરે છે.

સુરેશ રૈના

સુરેશ રૈના

યુપીના આ કાશ્મીરી છોકરીની તસવીર અનેક છોકરીઓ તેમની પથારીની નીચે રાખી આજે પણ સુવે છે. તેના લગ્ન થયા પછી પણ આથી વિશેષ શું કહું.

શેન વાર્ન

શેન વાર્ન

ઓસ્ટ્રેલિયાના આ હોટ સ્ટાર શેન વોર્ન આજે પણ અનેક છોકરીઓના મનના મિસ્ટર કિલર છે.

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર છે તો તેમના નામની જેમ ગંભીર પણ છોકરીઓને તો તેમની આ અદા જ ખૂબ જ ગમે છે.

શાહિદ આફ્રિદી

શાહિદ આફ્રિદી

આ પાકિસ્તાન ક્રિકેટરની આજે પણ અનેક પાકિસ્તાની અને ભારતીય છોકરીઓના દિલ પર રાજ કરે છે.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

ફિમેલ ફેન્સની વાત હોય અને વિરાટ કોહલી વાત ના થાય તેવું બને. હવે ભારતની છોકરીઓ તેમની કેટલી હદે ફિદા છે તેનું તાજુ તમતમતું ઉદાહરણ છે અનુષ્કા શર્મા. જે તેમને જોતા જ તેમની દિવાની થઇ ગઇ.

અજય જાડેજા

અજય જાડેજા

ક્રિકેટના આમીર ખાન ગણાતા આ ગુજ્જુ બોયની અનેક છોકરીઓ દિવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X