CSK vs KKR: 'જન કી યહી પુકાર, રહાણે ભૈયા અબ કી બાર' 5 મેચોમાં બનાવ્યા 209 રન
ઈડન ગાર્ડન્સ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેનોએ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ KKR સામે મોટું લક્ષ્ય રાખ્યું છે. KKR માટે આ મેચ જીતવા માટે બેટ્સમેનોએ વિસ્ફોટક બેટિંગ કરવી પડશે.
ચેન્નાઈની ટીમે KKR સામે 236 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા. ચેન્નાઈ માટે અજિંક્ય રહાણે અને શિવમ દુબેએ અડધી સદી ફટકારવાનું કામ કર્યું હતું. બંને બેટ્સમેનોએ ચારેય દિશામાં શોટ લગાવવાનું કામ કર્યું.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈની શરૂઆત સારી રહી હતી. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ પ્રથમ વિકેટ માટે 73 રનની ભાગીદારી નોંધાવી હતી. સુયશ શર્માએ ઋતુરાજને ક્લીન બોલ્ડ કરીને KKRને પ્રથમ સફળતા અપાવી હતી. પરંતુ આ પછી અજિંક્ય રહાણે મેદાન પર આવ્યો.
ટીમ ઈન્ડિયાના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેએ IPL 2023માં શાનદાર વાપસી કરી છે. રહાણે આ સિઝનમાં નવી સ્ટાઈલમાં બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. KKR સામે રહાણેએ 29 બોલમાં છ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 71 રનની અણનમ ઈનિંગ રમી હતી. રહાણેની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. રહાણેએ છેલ્લી પાંચ મેચમાં 209 રન બનાવ્યા છે.
KR અને ચેન્નાઈ વચ્ચેની આ મેચ હાઈ સ્કોરિંગ રહી છે. કોલકાતામાં બેટ્સમેનોનો દબદબો રહ્યો છે. ફરી એકવાર અહીં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળ્યો છે. છેલ્લી મેચમાં KKRએ ઘણા ફેરફાર કર્યા, KKRને ચેન્નાઈ તરફથી મોટો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન 28 મેના રોજ સમાપ્ત થઈ રહી છે. IPL ખતમ થવાના 9 દિવસ બાદ ભારતીય ટીમે મોટી મેચ રમવાની છે. જૂનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમાવાની છે. WTCની ટેસ્ટ ટીમમાં રહાણેની એન્ટ્રી થઈ શકે છે.
IPL 2023માં રહાણેનું પ્રદર્શન
- 61(27) વિ મુંબઈ.
- 31(19) વિ. રાજસ્થાન.
- 37(20) વિ આરસીબી.
- 9(10) વિ. હૈદરાબાદ.
- 71*(29) વિ કેકેઆર.
Rahane has 52.25 average & 199.04 strike rate in IPL 2023.
— Johns. (@CricCrazyJohns) April 23, 2023
RAHANE 2.0 FOR CSK. pic.twitter.com/Lef0Ag4wG2
After watching Rahane's batting #CSKvsKKR #ajinkya #Rahane #MSDhoni #DhoniReviewSystem Dhoni Dhoni #RCBvRR #Dube #AjinkyaRahane pic.twitter.com/aKkUNOAbLc
— पंडित प्रभाकर द्विवेदी (@1EMUuIs8dSsmT7Y) April 23, 2023
जन जन की यही पुकार
— sumit upadhyay (@sumitupadhyay__) April 23, 2023
रहाणे भैया WC में अबकी बार।#Rahane#CSKvsKKR #Dhoni #Ajinkya #CSK #kkr pic.twitter.com/EmRnMKRiyv
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
