CSK vs MI: ચેન્નઈએ ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો

CSK vs MI: ચેન્નઈએ ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો

IPL 2021ના બીજા તબક્કાની આજે શરૂઆત થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આજે પહેલો મુકાબલો છે. ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનાર આ મેચ ભારે રોમાંચક હશે. કેમ કે એક બાજુ યેલો સોલ્જર્સ છે તો બીજી તરફ મેન ઈન બ્લૂ છે. બંને ટીમ એકબીજાને ટક્કર આપે તેવી છે ત્યારે આજનો મુકાબલો જબરદસ્ત થશે.

IPL 2021

ધોનીઃ સારી વિકેટ જણાઈ રહી છે. અમે પહેલાં બેટિંગ કરશું. ચેજ કરવા માટે ટાર્ગેટ આપવો સારો વિકલ્પ હશે. બધા માટે આ સરખું જ છે. તે સારી બ્રેક હતી કે નહીં તે ના કહી શકું. એક વખત ટૂર્નામેન્ટ શરૂ થઈ જાય એટલે તમે રિધમમાં આવી જાઓ છો પરંતુ આ સિઝનમાં તે નવું છે.

પોલાર્ડેઃ સારું થયું અમે ટોસ ના જીત્યા કેમ કે ટોસ જીત્યા બાદ શું નિર્ણય લેવો તે અંગે અમે મુંઝવણમાં હતા. રોહિત ઠીક છે, રોહિત જલદી જ સાજો થઈ જશે. હું માત્ર આજની મેચ માટે જ કેપ્ટન છું. અમે થોડા મહિના પહેલાં શરૂ કર્યું. રોહિત આ મેચ નહી રમી શકે, હાર્દિક પણ નથી રમતો. અનમોલપ્રિત સિંહ ડેબ્યૂ કરી રહ્યો છે.

ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવનઃ

ફાફ ડૂ પ્લેસિસ, રુતુરાજ ગાયકવાડ, મોઈન અલી, સુરેશ રૈના, અંબાતી રાયડૂ, ધોની, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, દિપક ચહર, જોશ હેઝલવુડ

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવનઃ

ક્વિન્ટન ડિકોક, સૂર્યકુમાર યાદવ, ઈશન કિશન, અનમોલપ્રિત સિંહ, કિરોન પોલાર્ડ, સૌરભ તિવારી, કૃણાલલ પંડ્યા, અદમ મિલને, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X