CSK vs RCB: પહેલી મેચમાં ચેન્નાઇની 6 વિકેટે જીત, શિવમ-જાડેજાની ધુઆધાર બેટિંગ

CSK vs RCB, IPL 2024: રોયલ ચેલેન્જર બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPL 2024ની પ્રથમ મેચ રમાઇ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં ચેન્નાઇને 174 રનનો ટારગેટ મળ્યો હતો. જેના જવાબમાં ચેન્નાઇએ 18.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 176 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

ચેન્નાઇ તરફથી ઓપનિંગ બેટિંગ કરવા ઉતરેતા ઋતુરાજ ગાયકવાડે 15 બોલમાં 15 રન બનાવ્યા હતા, જ્યારે સામા છેડે બેટિંગ કરી રહેલા રચિન રવિન્દ્રે 15 બોલમાં 37 રન ફટકાર્યા હતા. આ સાથે અજિંક્ય રહાણેએ 19 બોલમાં 27 રન અને મિશેલે 18 બોલમાં 22 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત શિવન દુબે અને જાડેજાએ અનુક્રમે અણનમ 34 અને 25 રન ફટકાર્યા હતા. બેંગ્લોરની ટીમના કેમરુન ગ્રીને 2 વિકેટ લીધી હતી, આ સાથે યશ દયાલ અને કર્ણ શર્માએ 1-1 વિકેટ લીધી હતી.

CSK vs RCB

જ્યારે બેંગ્લોર તરફથી અનુઝ રાવતે 25 બોલ 48 પર રન ફટકાર્યા હતા. જ્યારે તેનો સાથ આપતા દિનેશ કાર્તિકે 26 બોલમાં 38 રન ફટકાર્યા હતા. આ સાથે વિરાટ કોહલીએ 20 બોલમાં 21 રન બનાવ્યા હતા. જ્યારે ફાક ડુ પ્લેસિસ 23 બોલમાં 35 રન ફટકાર્યા હતા. કેમરુન ગ્રીને 22 બોલમાં 18 રન બનાવ્યા હતા. રજત પાટિદાર અને ગ્લેન મેક્સવેલ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા.

ચેન્નાઇ તરફથી બોલિંગ કરી રહેલા મુસ્તફિઝુર રહમાને ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે દિપક ચહરે એક વિકેટ લીધી હતી. તુષાર દેશપાંડે સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 47 રન આપ્યા હતા.

ચેન્નઈ સુપર કિંગ્સની પ્લેઇંગ 11 - ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચહર, મહેશ થેક્ષાના, મુસ્તફિઝુર રહેમાન, તુષાર દેશપાંડે.

રોયલ ચેલેન્જર્સની પ્લેઇંગ 11 - ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરોન ગ્રીન, દિનેશ કાર્તિક, અનુજ રાવત (વિકેટકીપર), કર્ણ શર્મા, અલઝારી જોસેફ, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X