CSK vs RCB: ચેન્નાઇ અને બેંગ્લોર વચ્ચે રમાશે IPL 2024ની પહેલી મેચ, ટોસ કોણ જીત્યું?
CSK vs RCB, IPL 2024: રોયલ ચેલેન્જર બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થોડીવારમાં પ્રથમ મેચ માટે ટોસ યોજાયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ મેચ લો સ્કોરિંગ હોઈ શકે છે. ગત મેચને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ પિચ જેમ જેમ રમત આગળ વધશે, તેમ તેમ ધીમી થશે. આ પીચ પર સ્પિનરો સામે રન બનાવવા ખૂબ મુશ્કેલ હોવાનું કહેવાય છે.

ચેન્નાઈ આગળ છે - IPLના ઈતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે કુલ 31 મેચ રમાઈ છે. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો, પરંતુ આ સિઝનમાં ચેન્નાઈ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરી રહી છે. આવી સ્થિતિમાં, તે જોવાનું રસપ્રદ રહેશે કે, શું CSK આ રેકોર્ડ જાળવી રાખવામાં સક્ષમ છે કે નહીં?
RCBને જીતની રાહ - ચેન્નાઈને તેમના હોમ ગ્રાઉન્ડ એટલે કે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ઉપર હાથ લાગે છે. ચેન્નાઈની ટીમ અત્યાર સુધી પોતાના હોમ ગ્રાઉન્ડ પર આરસીબી સામે માત્ર એક જ મેચ હારી છે. ચેન્નાઈને IPLની પ્રથમ સિઝન એટલે કે, વર્ષ 2008માં RCB સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ત્યારથી RCB તેમને આ મેદાન પર હરાવવામાં નિષ્ફળ રહ્યું છે.
લો સ્કોરિંગ મેચ અપેક્ષિત - આ મેચ લો-સ્કોરિંગ હોઈ શકે છે. આ મેદાન પર વધુ રન બનાવવાની શક્યતાઓ ઘણી ઓછી છે. અહીં પ્રથમ બેટિંગ કરતી વખતે ટીમનો સરેરાશ સ્કોર 162 રન છે. આવા સમયે, પાછળથી બેટિંગ કરનારી ટીમનો સરેરાશ સ્કોર માત્ર 150 રન જ રહે છે. આવી સ્થિતિમાં, આ પીચ પર પ્રથમ બેટિંગ કરનાર ટીમને વધુ ફાયદો થાય છે. અહીં પ્રથમ બેટિંગ કરનારી ટીમની જીતની ટકાવારી વધે છે.
ચેન્નઈ સુપર કિંગ્સની પ્લેઇંગ 11 - ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચહર, મહેશ થેક્ષાના, મુસ્તફિઝુર રહેમાન, તુષાર દેશપાંડે.
રોયલ ચેલેન્જર્સની પ્લેઇંગ 11 - ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરોન ગ્રીન, દિનેશ કાર્તિક, અનુજ રાવત (વિકેટકીપર), કર્ણ શર્મા, અલઝારી જોસેફ, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ.












Click it and Unblock the Notifications
