CSK vs RR : રવિન્દ્ર જાડેજાને ચાલાકી ભારે પડી, અમ્પાયરે આઉટ કરીને પેલેવિયન મોકલી દીધો
ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના મુકાબલામાં ચેન્નાઈની જીત થઈ. જો કે આ જીત સાથે સાથે એક વિવાદ પણ જોવા મળ્યો.
આ મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજાને વિચિત્ર રીતે આઉટ થવું પડ્યું અને પેવેલિયન પરત ફરવુ પડ્યુ. રવિન્દ્ર જાડેજા રન લેવાના પ્રયાસમાં આઉટ થયો. તે થ્રોની દિશામાં દોડી રહ્યો હતો અને વિકેટ સાથે અથડાવાને બદલે બોલ તેના શરીર પર અથડાયો. અપીલ બાદ મામલો ટીવી અમ્પાયરને મોકલવામાં આવ્યો.

જાડેજાએ સોળમી ઓવરનો પાંચમો બોલ રમ્યો અને એક રન પૂરો કર્યો. તે નોન-સ્ટ્રાઈક એન્ડથી બીજા રન માટે ગયો પરંતુ રુતુરાજ ગાયકવાડે કોઈ રસ દાખવ્યો નહીં. સંજુ સેમસનના હાથમાં બોલ હતો અને તેણે નોન-સ્ટ્રાઈક પર થ્રો કર્યો.
જાડેજા બોલ તરફ જોતા વિકેટ વચ્ચે દોડવા લાગ્યો. સેમસનનો થ્રો જાડેજાના શરીર પર વાગ્યો. આ પછી સેમસને અપીલ કરી. ત્રીજા અમ્પાયરે મામલાને અલગ-અલગ એંગલથી જોયો અને જાણવા મળ્યું કે જાડેજાએ જાણીજોઈને ફિલ્ડિંગમાં અવરોધ ઊભો કરવા માટે આવું કર્યું.
Jaldi wahan se hatna tha 🫨#TATAIPL #CSKvRR #IPLonJioCinema pic.twitter.com/Op4HOISTdV
— JioCinema (@JioCinema) May 12, 2024
જાડેજાને મેદાનમાં અવરોધ કરવા બદલ આઉટ આપવામાં આવ્યો. તેની વિકેટનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ દરમિયાન પણ આવો જ એક વીડિયો સામે આવ્યો હતો, તે સમયે કોઈએ અપીલ કરી ન હતી. આ વખતે જાડેજા ટકી શક્યો નહીં અને પેવેલિયનની રાહ લેવી પડી.












Click it and Unblock the Notifications
