Video: વોર્નર અને ડિકોક વચ્ચે મારપીટ થતા થતા રહી ગયી
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં એક મોટા વિવાદની ખબર સામે આવી છે. ખરેખર ઓસ્ટ્રેલિયાના વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર નો એક વીડિયો સામે આવ્યો છે.
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં એક મોટા વિવાદની ખબર સામે આવી છે. ખરેખર ઓસ્ટ્રેલિયાના વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર નો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ દક્ષિણ આફ્રિકા ના વિકેટકીપર ડી કોક સાથે લડાઈ કરી રહ્યા છે. આ ઘટના પહેલી ટેસ્ટના ત્રીજા દિવસની બતાવવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેઝમાં જોઈ શકાય છે કે સ્ટેડિયમના દાદર પર બંને લડી રહ્યા છે. જ્યાં વોર્નર ને જોઈને લાગી રહ્યું છે કે તેઓ કોઈ વાત પર ખુબ જ ગુસ્સે થઇ ગયા છે.

બંને વચ્ચે લડાઈનો અંદાઝો આ વાત થી લગાવી શકાય છે કે તેમની જ ટીમના ખેલાડી ઉસ્માન ખાવાઝા વોર્નર ને પકડીને અંદર લઇ જઈ રહ્યા છે. જયારે વિકેટકીપર ટિમ પૈન વોર્નર ને શાંત કરવાની કોશિશ કરી રહ્યા છે.
આ દરમિયાન વોર્નરે દક્ષિણ આફ્રિકા કેપ્ટન ફાફ ડુપ્લેસી ને પણ કંઈક કહ્યું. લડાઈ જોઈને ડુપ્લેસી પણ ડ્રેસિંગ રૂમથી બહાર આવી ગયા. આમ સીસીટીવી માં અવાજ નથી પરંતુ લડાઈનો અંદાઝો આ વાતથી લગાવી શકાય છે કે ડુપ્લેસી રૂમાલમાં જ ડ્રેસિંગ રૂમથી બહાર આવી ગયા. ત્યારપછી ઓસ્ટ્રેલિયા કેપ્ટન સ્ટીવ સ્મિથે વોર્નર ને ધકેલીને અંદર લઇ ગયા.
આ સીસીટીવી ફૂટેઝ દક્ષિણ આફ્રિકા આઉટલેટ ઈન્ડિપેન્ડેન્ટ મીડિયા ઘ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પ્રવક્તા ઘ્વારા સોમવારે જણાવવામાં આવ્યું કે ડરબન માં ખેલાડીઓ વચ્ચે થયેલી ઘટના વિશે તેઓ જાણે છે. આ ઘટના વિશે જાંચ કરવામાં આવી રહી છે. તેમને આગળ જણાવ્યું કે જ્યાં સુધી બધું સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી અમે કોઈ પણ ટિપ્પણી કરી શકીયે નહીં.
જુઓ વીડિયો.
@davidwarner31 and @QuinnyDeKock69 Verbal Exchange during Tea Break. #AUSvSA pic.twitter.com/6Rr4Xkx2lQ
— Thakur (@ThakurHassam) March 4, 2018












Click it and Unblock the Notifications
