For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધવનને ટીમથીં બહાર કરવા પાછળ અનુષ્કા શર્માનો હાથ!

ધવન અને કોહલીની ઘરવાળી વચ્ચે ઝઘડો થતાં ધવને ભોગવવું પડ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ એશિયા કપ જીત્યા બાદ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે પેટીએમ ટેસ્ટ સીરિઝ રમી રહી છે. જો કે આ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ તેમાં દિગ્ગજ ખેલાડીઓને જગ્યા ન મળી. સિલેક્શન કમિટી પર સવાલો ઉઠી રહ્યા છે. એશિયા કપના મેન ઓફ ધી સિરીઝ શિખર ધવન અને હિટમેન રોહિત શર્માને જગ્યા ન મળતાં દિગ્ગજોએ સવાલ ઉઠાવ્યા છે અને કરુણ નાયરનું સિલેક્શન ન થવા પર પણ સતત સવાલો ઉઠી રહ્યા છે. જો કે હવે આ કહાનીનો નવો મોડ સામે આવ્યો છે. દૈનિક જાગરણમાં છપાયેલ અહેવાલ મુજબ ટીમમાં દિગ્ગજ ખેલાડીઓનું સિલેક્શન ન થવા પાછળ વિરાટ કરતાં મોટો હાથ અનુષ્કા શર્માનો છે.

કયા કારણે ધવન થયો ટીમની બહાર

કયા કારણે ધવન થયો ટીમની બહાર

ટીમ ઈન્ડિયામાં આ વખતે બધું ઠીક નથી, કેપ્ટન કોહલીના વ્યવહારથી બધા ખુશ નથી. જેની ઝલક ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન જોવા મળી હતી જ્યારે રોહિત શર્માએ કોહલીને ટ્વિટર અને ઈંસ્ટાગ્રામમાંથી અનફોલો કરી દીધો હતો. હવે ધવનના બહાર થવા પર પણ સવાલો ઉઠ્યા છે. જાગરણના અહેવાલ મુજબ વિરાટની પત્ની અનુષ્કા શર્મા અને ધવનની પત્ની આયશા વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. એવામાં ચર્ચા તેજ બની હતી કે ધવન હવે ટીમની બહાર થશે અને એવું જ થયું. ધવને એશિયા કપમાં ભલે ધમાલ મચાવી હોય પણ આયશા-અનુષ્કાની બબાલ ધવનની ધમાકેદાર ઈનિંગ પર પણ ભારે પડી.

ટીમ બેઠકમાં પણ અનુષ્કા ભાગ લે છે

ટીમ બેઠકમાં પણ અનુષ્કા ભાગ લે છે

કહેવાય છે કે પ્રોફેસનલ અને પર્સનલ જિંદગી અલગ રાખવી જોઈએ પણ લાગે છે કે કોહલી આ કહાવત ભૂલી ગયો છે. રિપોર્ટ મુજબ અનુષ્કા શર્મા ટીમની મહત્વની બેઠકોમાં પણ ભાગ લે છે, જે કેટલાક ખેલાડીઓને પસંદ નથી. બીજી બાજુ ઈંગ્લેન્ડ પ્રવાસ દમરિયાન અનુષ્કાએ આયશાને તેના પરિવાર વિશે કંઈક કહ્યું જેને કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ કારણે ધવનને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં સ્ક્વૉડમાં પણ જગ્યા ન મળી.

અધિકારીઓએ આરોપો ફગાવ્યા

અધિકારીઓએ આરોપો ફગાવ્યા

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીને આ મામલે પૂછવામાં આવતાં તેણે ચુપ્પી સાધી લીધી હતી. જ્યારે ટીમ ઈન્ડિયાના અધિકારીએ ઝઘડાના કારણે ધવન ટીમથી બહાર થયો હોવાની વાતને નકારી કાઢી છે. ઉલ્લેખનીય છે કે ધવન માટે ઈંગ્લેન્ડ પ્રવાસ ભલે નિરાશાજનક રહ્યો હોય પણ એશિયા કપમાં બે સદીની સાથે 342 રન ફટકાર્યા હતા, અને મેન ઑફ ધી સીરિઝનો ખિતાબ પણ જીત્યો હતો. એવામાં ધવન ટીમથી બહાર થતાં વિવિધ પ્રકારના સવાલો પેદા કરે છે.

સતત ત્રીજી વાર ઝાટકો આપી શકે છે આરબીઆઇ, લોન મોંઘી થશે સતત ત્રીજી વાર ઝાટકો આપી શકે છે આરબીઆઇ, લોન મોંઘી થશે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
dhawan coudn't got place in squad against wi because of anushka sharma.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X