IPL 2020: ચેન્નઈ સુપર કિંગ્સને લઈને ભાવુક થયો ધોની, કહી આ વાત
ધોની સાત મહિનાના લાંબા સમય બાદ મેદાન પર પરત ફરી રહ્યો છે ત્યારે તેને ચેન્નઈ સુપર કિંગ્સના ખૂબ વખાણ કર્યા છે. ધોનીએ કેપ્ટન બનાવવા ઉપરાંત મેદાન બહાર અને અંદર મુશ્કેલ હાલતથી લડવાનું શ્રેય તેની ફ્રેન્ચાઈઝીને આપ્યુ છે. સાત મહિનાના લાંબા આરામ બાદ ધોની ચેન્નઈમાં એએમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નઈની ટીમ સાથે અભ્યાસમાં ભાગ જોડાયો, જ્યાં તેનું જોરદાર સ્વાગત થયુ. આઈપીએલ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ધોની ખુદને ટીમ માટે તૈયાર કરી રહ્યો છે.
ધોનીએ આ દરમિયાન એક સ્પોર્ટ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે, સીએસકેએ મને દરેક વસ્તુમાં બહેતર બનવાની તક આપી, માનવીય પહેલુ હોય કે ક્રિકેટર, મેદાન અંદર અને બહાર દરેક પરિસ્થિતીમાં હાલતનો મુકાબલો કરવા અને વિનમ્ર રહેવામાં મદદ કરી છે.
ચેન્નઈની ટીમના ફેન ધોનીને 'થાલા’ કહે છે અને તેને મળેલા પ્રેમ અને સન્માન વિશેષ છે. ધોનીએ જમાવ્યુ કે, થાલાનો મતલબ ભાઈ થાય છે અને આ વાત મને ફેન તરફથી મળેલો પ્રેમ દર્શાવે છે. ધોનીએ વધુમાં જણાવ્યું કે, હું જ્યારે ચેન્નઈ યા દક્ષિણ ભારત જાઉુ છુ તો તે મને નામ લઈને નથી બોલાવતા, તે મને થાલા કહે છે અને જ્યારે મને કોઈ થાલા કહે છે ત્યારે તે તેનો પ્રેમ અને સન્માન દર્શાવે છે.
આ પણ વાંચોઃ IPL 2020: કરોડોમાં ખરીદાયેલો આ ખેલાડી આઈપીએલમાં નહીં રહે!
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો