T20 World Cup 2024 માં ધોનીની એન્ટ્રી થવા જઈ રહી છે? જાણો કેમ શરૂ થઈ અટકળો?
આઈપીએલમાં એમએસ ધોનીના બેટથી છક્કાનો વરસાદ થઈ રહ્યો છે. ધોની અંતિમ ઓવરોમાં ધમાલ મચાવી રહ્યો છે ત્યારે હવે ધોની T20 વર્લ્ડ કપ રમવા જઈ રહ્યો હોવાની ચર્ચા શરૂ થઈ છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024માં સૌથી શક્તિશાળી ફિનિશર એમએસ ધોનીએ આ વર્ષે તેના પ્રદર્શનના વર્ષો પાછળ છોડી દીધા છે. અનુભવી વિકેટકીપર બેટ્સમેન 250ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે અને બાઉન્ડ્રી ફટકારી રહ્યો છે.

ધોનીને લઈને સૌથી ચૌકાવનારી બાબત એ છે કે તે હજુ સુધી આઉટ થયો નથી. જેમ જેમ BCCI પસંદગીકારો T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમને 15 ખેલાડીઓ સુધી મર્યાદિત કરવા માંગે છે ત્યારે કેટલાક નિષ્ણાતોએ એમએસ ધોનીને પસંદ કરવાનો વિચાર રાખ્યો છે.
સ્ટાર સ્પોર્ટ્સ પર ઇરફાન પઠાણ અને એરોન ફિન્ચ જેવા ખેલાડીઓએ ટી20 વર્લ્ડ કપ માટે એમએસ ધોનીને વાઇલ્ડકાર્ડ એન્ટ્રી આપવાની શક્યતા અંગે ચર્ચા કરી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચે સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું કે, અમે ભારતની T20 વર્લ્ડ કપ ટીમમાં એમએસ ધોનીની વાઇલ્ડકાર્ડ એન્ટ્રી જોઈ શકીએ છીએ.
ઈરફાન પઠાણને પણ લાગે છે કે આ આઈડિયા એવો છે જેની સામે કોઈને વાંધો નહીં હોય. જો તે કહે છે કે તે T20 વર્લ્ડ કપ રમવા માંગે છે તો કોઈ પણ તકને નકારી શકશે નહીં. કોઈને વાંધો નહીં હોય, કોઈને તેની સાથે કોઈ સમસ્યા નથી. તે ખૂબ સારી બેટિંગ કરી રહ્યો છે.
ભારતના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે ક્રિકબઝ પર આ સંભાવના વિશે વાત કરી અને આ વર્ષે ધોનીના આશ્ચર્યજનક આંકડાઓ પર પ્રકાશ પાડ્યો. સેહવાગે કહ્યું કે, એમએસ ધોનીનો સ્ટ્રાઈક રેટ 250થી વધુ છે અને તેની એવરેજ પણ સારી છે, કારણ કે તે હજુ સુધી આઉટ થયો નથી.
અગાઉ ભારતીય કેપ્ટન રોહિત શર્માને પણ તેના ફોર્મને ધ્યાનમાં રાખીને ટી20 વર્લ્ડ કપ માટે ધોનીને નિવૃત્તિમાંથી પરત લાવવાની સંભાવના વિશે પૂછવામાં આવ્યું હતું. એડમ ગિલક્રિસ્ટ સાથે નિખાલસ ચેટમાં રોહિતે સૂચવ્યું કે આવા નિર્ણય માટે ધોનીને મનાવવા ખૂબ મુશ્કેલ હશે. પરંતુ અન્ય અનુભવી દિનેશ કાર્તિક ઇવેન્ટ માટે તૈયાર થવાની શક્યતા વધારે છે.












Click it and Unblock the Notifications
