IPLમાં હરાજીમાં ઉતરેલા Rishabh Pantએ પૈસા માટે છોડી Delhi Captialની ટીમ? કોચે કરી દીધો ખુલાસો
IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સ (DC)ના સહ-માલિક પાર્થ જિંદાલે તાજેતરમાં એક મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેણે કહ્યું હતું કે ટીમના પૂર્વ કેપ્ટન ઋષભ પંતને ફ્રેન્ચાઇઝીમાંથી બહાર કરવા પાછળ પૈસા કારણ નથી. આ નિવેદને ઘણા ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોને આશ્ચર્યચકિત કર્યા, કારણ કે પંતને લઈને ટીમમાં ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા.
હવે ડીસીના નવા કોચ હેમાંગ બદાનીએ પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે સ્પષ્ટતા કરી હતી કે દિલ્હી કેપિટલ્સ પંતને જાળવી રાખવા માંગતી હતી, પરંતુ પંતે પોતે હરાજીમાં જવાનું નક્કી કર્યું હતું. બદાની અનુસાર, ફ્રેન્ચાઇઝી ઇચ્છતી હતી કે પંત ટીમમાં રહે, પરંતુ પંતે પોતાની કારકિર્દીને નવી દિશામાં લઇ જવા માટે હરાજીનો માર્ગ પસંદ કર્યો.

દિલ્હી માટે પંતનું નીકળવુ મોટો ફટ્કો
દિલ્હી કેપિટલ્સે ઋષભ પંતની કપ્તાની હેઠળ સારું પ્રદર્શન કર્યું હતું અને પંતની ફિટનેસ અને ભવિષ્ય માટે ટીમની યોજનાઓ પણ મહત્વપૂર્ણ હતી. પંતનું બહાર નીકળવું દિલ્હી માટે મોટો ફટકો હતો, પરંતુ તેના નિર્ણય બાદ ફ્રેન્ચાઇઝીને પણ નવા ખેલાડીઓ સાથે પોતાની ટીમને મજબૂત કરવાની તક મળી. પંતના નિર્ણયની દિલ્હી કેપિટલ્સની આગામી સિઝન પર શું અસર પડશે અને તેના સ્થાને કયો ખેલાડી ટીમમાં પોતાની ઓળખ બનાવશે તે જોવું રસપ્રદ રહેશે.
પંતને 27 કરોડ રૂપિયા મળ્યા
આઈપીએલની હરાજીમાં પંતને મળેલી રકમ અંગે ટિપ્પણી કરતાં બદાનીએ કહ્યું કે પંતે વિચાર્યું હતું કે તે રિટેન કરાયેલા ખેલાડીઓ માટે સેટ કરેલી મહત્તમ 18 કરોડ રૂપિયાથી વધુ રકમ મેળવી શકે છે અને તે જ થયું. કારણ કે તેને 27 કરોડ રૂપિયા મળ્યા હતા. બદાનીએ તેને પંત માટે સારી તક ગણાવતા કહ્યું કે પંત ખૂબ જ સારો ખેલાડી છે અને તેની ટીમ તેની ખોટ કરશે.
મારા માટે રિટેન્શન પૈસા નથી
બીજી તરફ ઋષભ પંતે વીડિયોમાં કહ્યું હતું કે, મારા માટે રીટેન્શન પૈસા માટે નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે તેના માટે પૈસા કરતાં અન્ય કારણો વધુ મહત્વપૂર્ણ હોવા જોઈએ, જેના કારણે તેણે તેની ફ્રેન્ચાઇઝી ચાલુ રાખવાનો નિર્ણય લીધો ન હતો.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
