ફ્લિન્ટોફએ ઉડાવ્યો કોહલી પર મજાક, બચ્ચને કહ્યું જડ સે ઉખાડ દેંગે
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી મેચમાં વિરાટ કોહલી હિરો સાબિત થયા છે. દુનિયાભર ના લોકો અત્યારે વિરાટ કોહલીના વખાણ કરી રહ્યા છે. બીજી તરફ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડી ફ્લિન્ટોફ એ વિરાટ કોહલીને રૂટ સાથે સરખામણી કરી ત્યારે તેનો વળતો જવાબ અમિતાભ બચ્ચને આપ્યો છે.

ફ્લિન્ટોફએ ટ્વિટ કરી ને કહ્યું હતું કે જે રીતે વિરાટ કોહલી એ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેટિંગ કરી છે તેને જોઇને લાગે છે કે તેઓ ઇંગ્લેન્ડના બેટ્સમેન રૂટ જેવા બની શકે છે. પરંતુ હમણાં કહી ના શકાઈ કે તેઓ ઇંગ્લેન્ડ વિરૃધ રમી શકશે કે નહી. ફ્લિન્ટોફના ટ્વિટનો જવાબ આપ્યો છે અમિતાભ બચ્ચને અને કહ્યું છે કે કોણ રૂટ? જડ સે ઉખાડ દેંગે રૂટ કો.
@flintoff11 @imVkohli @root66 @englandcricket Root who ? जड़ से उखाड़ देंगे Root ko ..!!!
— Amitabh Bachchan (@SrBachchan) March 27, 2016
અમિતાભ બચ્ચને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી મેચના હિરો રહેલા વિરાટ કોહલી ના ખુબ જ વખાણ કર્યા. અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને કહ્યું કે વિરાટ કોહલી ઘણા સમયથી જીનીયસ છે.












Click it and Unblock the Notifications
