INDvAFG: માહીની ધીમી ઈનિંગથી ફેન્સ નારાજ, ટ્રોલ કર્યો
INDvAFG: માહીની ધીમી ઈનિંગથી ફેન્સ નારાજ, ટ્રોલ કર્યો
નવી દિલ્હીઃ આજે વર્લ્ડ કપની 28મી મેચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થયો છે. આ મેચમાં ટોસ જીતી ભારતીય ટીમે પહેલા બેટિંગ કરવાનો ફેસલો લીધો. જે ભારતીય ટીમ માટે વધુ ફળદાયી સાબિત ન થયો. ભારતીય બેટ્સમેનની ધીમી શરૂઆતે ફેન્સને તો નારાજ કર્યા જ હતા સાથે જ અફઘાનિસ્તાનના બોલર્સનો કહેર પણ જોવા મળ્યો હતો. 50 ઓવરમાં ભારત માત્ર 224 રન બનાવી શક્યું, જીત માટે અફઘાનિસ્તાનને 225 રનનો ટાર્ગેય આપ્યો.

આ બધાની વચ્ચે ધોનીની ધીમી ઈનિંગને પગલે તેણે ફેન્સની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. ધોનીએ આ મેચમાં 52 બોલમાં માત્ર 28 રન જ બનાવ્યા હતા. આ પિચ બોલર્સને સપોર્ટ કરે તેવી જરૂર હતી પણ ધોનીની સાથે કેદાર જાદવે પણ બેટિંગ કરી હતી, જો કે ધોનીની સરખામણીએ કેદાર જાદવના ફોર્મથી ફેન્સ વધુ ખુશ જણાયા. ત્યારે ફરી એખવાર ધોની પોતાની ધીમી ઈનિંગને લઈ સોશિયલ મીડિયા પર યૂઝર્સનો નિશાન બન્યા. યૂઝર્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.
ફેન્સે ધોનીની આ બેટિંગને સ્વાર્થી અને બિનજિમમ્મેદાર ગણાવી.

જ્યારે કેટલાક ફેન્સે તો ધોનીને સલાહ પણ આપી દીધી હતી કે તેઓ વિલેન બનતા પહેલા ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ લે.

આ દરમિયાન અનિલ ભારદ્વાજ નામના એક નારાજ ફેને લખ્યું કે, પૂરાની કમાઈ કબ તક ચલેગી ધોની સાહબ?
જણાવી દઈએ કે આ મેચમાં ભારત માટે સમસ્યા ઉપરાઉપરી પડતી વિકેટ રહી. બીજી સમસ્યા એ રહી કે કોહલી સહિત કેટલાય ભારતીય બેટ્સમેન સેટ થયા બાદ પણ વિકેટ ગુમાવી ચૂક્યા. કોહલીએ આ મેચમાં વર્લ્ડ કપની વધુ એક ફિફ્ટી પોતાના નામે કરી. તેમણે 67 રન બનાવ્યા. ઉપરાંત કેદાર જાદવે પણ 52 રનની ઈનિંગ રમી.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
