For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિકેટર મંદિપ સિંહના પિતાનું નિધન, પાછલા એક મહિનાથી બીમાર હતા

ક્રિકેટર મંદિપ સિંહના પિતાનું નિધન, પાછલા એક મહિનાથી બીમાર હતા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કિંગ્સ ઈલેવન પંજાબના ક્રિકેટર મંદિપ સિંહના પિતા હરદેવ સિંહનું લાંબી બિમારીને પગલે નિધન થયું છે. મંદિપ વર્તમાનમાં યૂએઈમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં ઓપનર તરીકે ભૂમિકા નિભાવી રહ્યા છે. તેમના પિતાના અંતિમ સંસ્કાર માટે મંદિપ ભારત આવશે કે નહિ તે અંગે હજી કોઈ સમાચાર નથી મળ્યા.

mandeep singh

હરદેવ સિંહ પોતાના આખા કરિયરમાં હંમેશા મંદિપના ખાસ સમર્થક રહ્યા અને પોતાના દીકરાને ભારત માટે રમતા જોઈ બહુ ખુશ થયા. 2016માં ઝિમ્બાબ્વે પ્રવાસ માટે મંદિપ સિંહને ભારતીય ટીમમાં પસંદ કરવા પર તેઓ બધાથી ખુશ હતા. અગાઉ જ્યારે તેમનું સિલેક્શન નહોતું થયું, ત્યારે હરદેવે જ્યાં સુધી મંદિપને ભારત માટે સિલેક્ટ કરવામાં ના આવે ત્યાં સુધી મેચ ના જોવનો નિર્ણય લઈ લીધો હતો.

હરદેવ સિંહના સમાચાર બાદ પંજાબ કેસરી સ્પોર્ટ્સે સમાચાર આપ્યા કે તેમનું સ્વાસ્થ્ય પાછલા એક મહિનાથી ખરાબ થઈ ગયું હતું. પરિજનોએ તેમને નજીકના હોસ્પિટલે દાખલ કરાવ્યા હતા, પરંતુ ત્યાં સુધી તેમની હાલત સતત બગડતી ગઈ. તેમને પચી ચંદીગઢ લાવવામાં આવ્યા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

એ હજી પણ સ્પષ્ટ નથી કે શું મંદિપ સિંહ જૈવ સુરક્ષિત કવચ છોડીને ઘરે પરત ફરશે કે નહિ. પરંતુ જો તેઓ વાપસી કરે છે, તો કદાચ બાકી સીઝન નહિ રમી શકે.

આ દરમ્યાન મંદિપ સિંહને યૂએઈમાં ચાલી રહેલ આઈપીએલ 2020માં પોતાની પ્રતિભા દેખાડવાના કોઈ મોતા નથી મળ્યા. તેમણે અત્યાર સુધી માત્ર ત્રણ મેચ રમી છે અને 143.47ની સ્ટ્રાઈક રેટથી 33 રન બનાવ્યા છે. મોટાભાગની મેચમાં નીમ્ન ઓર્ડરમાં બેટિંગ કરતા હોવાના કારણે તેમણે ઓછી ડિલીવરીનો સામનો કરવો પડ્યો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
father of cricketer mandeep singh died due to illness
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X