Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ફૂટબોલ અને હોકીની જેમ ક્રિકેટમાં પણ હવે રેડ કાર્ડ બતાવાશે

ફૂટબોલ અને હોકીની જેમ હવે ક્રિકેટમાં પણ હવે રેડ કાર્ડ જોવા મળશે. મેરિલબોન ક્રિકેટ ક્લબ (એમસીસી) વર્લ્ડ ક્રિકેટ કમિટીએ બુધવારે ક્રિકેટમાં રેડ કાર્ડ શમેલ કરવાની ભલામણ કરી હતી...

ફૂટબોલ અને હોકીની જેમ હવે ક્રિકેટમાં પણ હવે રેડ કાર્ડ જોવા મળશે. મેરિલબોન ક્રિકેટ ક્લબ (એમસીસી) વર્લ્ડ ક્રિકેટ કમિટીએ બુધવારે ક્રિકેટમાં રેડ કાર્ડ શામેલ કરવાની ભલામણ કરી હતી. જો કોઇ ખેલાડી મેદાન પર નિયમોનું ઉલ્લંઘન કરશે તો અમ્પાયર તેને રેડ કાર્ડ બતાવી તેના પર પ્રતિબંધ લગાવી શકે છે. એમસીસીએ કરેલી ભલામણોને આઇસીસીની મંજૂરી મળતા ક્રિકેટના નવા નિયમોમાં શમેલ કરવામાં આવશે. આ ભલામણો 1 ઓક્ટોબર, 2017 થી લાગૂ કરવામાં આવશે. આ કમિટીની આગામી બેઠક 3 જુલાઇ, 2017 ના રોજ યોજાશે.

red card

ઇંગ્લેંડના ભૂતપૂર્વ કેપ્ટન માઇક બ્રેયરલીના નેતૃત્વવાળી આ બેઠકમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ યોજવા અને ચાર દિવસીય ટેસ્ટ પર પણ વિચાર કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં એક અભિપ્રાય શક્ય બન્યો નહોતો. બ્રેયરલીએ જણાવ્યુ હતુ કે મેદાન પર ખેલાડીઓની ગેરશિસ્ત વધતી જાય છે માટે મેચ દરમિયાન વધુ પડતા ગેરશિસ્ત બદલ એમ્પાયર રેડ કાર્ડ બતાવી શકશે. અમ્પાયર રેડ કાર્ડનો ઉપયોગ કરી ખેલાડીને મેચની બહાર કાઢી શકશે. જો આ ભલામણો મંજૂર કરવામાં આવશે તો આંતરરાષ્ટ્રીય બધી જ મેચોમાં તેને લાગૂ કરવામાં આવશે. વળી, તે ટી-20, ટેસ્ટ અને વન ડે એમ ત્રણેય ફોર્મેટમાં પણ લાગૂ કરવામાં આવશે.

red card

કમિટીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદને રજૂઆત કરી કે તે ક્રિકેટને ઓલિમ્પિકમાં શામેલ કરવા અને વર્લ્ડ ચેમ્પિયનશીપ યોજવાની દિશામાં કામ ચાલુ રાખે. વળી પેનલે ફીલ્ડરના હેલમેટ સાથે બોલ ટકરાવાના નિયમમાં બદલાવની પણ ઘોષણા કરી. આ બદલાવનું કારણ એ છે કે કમિટીનું માનવુ છે કે હાલમાં વિકેટકીપરના પેડ સાથે બોલ ટકરાયા બાદ કેચ અને સ્ટમ્પ થઇ શકે છે જ્યારે પેડ પહેરવુ વૈકલ્પિક છે. અમુક દેશોમા હેલ્મેટ અનિવાર્ય હેલ્મેટ અનિવાર્ય હોવા છતા તેની સાથે ટકરાયા બાદ કેચ અને સ્ટમ્પ ગણાતુ નથી.

red card

કમિટીના સભ્ય રિકી પોંટીંગે બેટનો આકાર સીમિત કરવા અંગે કહ્યુ કે દુનિયાના 60% ખેલાડીઓ અમારી આ વાત સાથે સંમત છે. બધા જ બેટની કિનારીઓની જાડાઇ 38 થી 42 મીમી રાખવા માંગે છે જે હાલમાં 50 મીમી છે. તેમને જણાવ્યુ કે અમે રજૂઆત કરી છે તેનાથી અમે ખુશ છીએ કારણકે આનાથી બેટ અને બોલ વચ્ચે સંતુલન બનશે.

red card

રેડ કાર્ડ બતાવવા અંગે બ્રેયરલીએ કહ્યુ કે આ કાર્ડ ડરાવવાનું કામ કરશે. તેમણે ઉમેર્યુ કે, 'અમે યલો કાર્ડ (અસ્થાયી પ્રતિબંધ) પર પણ ચર્ચા કરી પરંતુ બાદમાં તે રદ કર્યુ. રેડ કાર્ડ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં બતાવવામાં આવશે. ભલામણ અનુસાર ગંભીર ઉલ્લંઘનની પરિસ્થિતિમાં અમ્પાયરોને ખેલાડીને મેચમાંથી બહાર કાઢવાનો અધિકાર મળશે.' ખેલાડીને અમ્પાયરને ધમકાવવા, અન્ય ખેલાડી, અમ્પાયર, અધિકારી, દર્શકને શારીરિક રીતે નુકશાન પહોંચાડવા કે મેદાન પર અન્ય હિંસક ગતિવિધિઓ માટે બહાર કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X