For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPLના બાકી મેચમાં વિદેશી ખેલાડીઓ રમશે? જાણો અધિકારીએ શું કહ્યું

IPLના બાકી મેચમાં વિદેશી ખેલાડીઓ રમશે? જાણો અધિકારીએ શું કહ્યું

|
Google Oneindia Gujarati News

ભારતમાં ચાલી રહેલ કોરોનાવાયરસની બીજી લહેર વચ્ચે દુનિયાની સૌથી મશહૂર ક્રિકેટ લીગ આઈપીએલના 14 સીઝનને બાયોબલમાં કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા બાદ અધવચ્ચે જ રોકી દેવી પડી હતી. આઈપીએલની 14મી સિઝનને જ્યારે અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરાઈ હતી ત્યારે માત્ર 29 મેચ જ રમાઈ હતી, જો કે બીસીસીઆઈએ બાદમાં થયેલ જનરલ બેઠકમાં આઈપીએલના બાકી બચેલા 31 મેચનું આયોજન યૂએઈમાં કરાવવાનો ફેસલો લીધો હતો. આ દરમિયાન તારીખનું એલાન નહોતું કરાયું.

IPL 2021

આ દરમિયાન આઈપીએલની બાકી બચેલી તારીખોનો ઈંતેજાર કરી રહેલા ફેન્સ માટે ખુશ કરતા સમાચાર સામે આવ્યા છે, જે અંતર્ગત યૂએઈમાં રમાનાર બીજા ભાગનો આગાઝ 19 સપ્ટેમ્બરથી થશે અને લીગનો ફાઈનલ મુકાબલો 15 ઓક્ટોબરે રમાશે. જેનો મતલબ કે બીસીસીઆઈ હવે બાકી બચેલા 31 મેચનું આયોજન માત્ર 26 દિવસમાં જ પૂરું કરશે. રિપોર્ટ્સ મુજબ બીસીસીઆઈએ આઈપીએલના બાકી બચેલા મેચ માટે વિંડો પર મોહર લગાવી દીધી છે, હવે બસ શિડ્યૂઅલ તૈયાર કરવામાં આવી રહ્યું છે જેનું જલદી જ એલાન કરાશે.

ન્યૂજ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં બીસીસીઆઈના એક અધિકારીએ આ વાતની જાણકારી આપતા કહ્યું કે, યૂએઈ ક્રિકેટ બોર્ડ સાથે પાછલા અઠવાડિયે થયેલ બીસીસીઆઈની મીટિંગ સફળ રહી અને યૂએઈએ હાલ મૌખિક રીતે આઈપીએલની મેજબાની માટે હામી ભરી દીધી છે. જલદી જ શેડ્યૂઅલ ફાઈનલ કરી એક સત્તાવાર કરાર કરી લેવામાં આવશે. સિઝનને બીજીવાર શરૂ કરવા માટે પહેલી મેચ 19 સપ્ટેમ્બરે રમાશે જ્યારે ફાઈનલ મેચ 15 ઓક્ટોબરે રમાશે.

જ્યારે વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતા પર સવાલ કરવામાં આવ્યો તો બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે આ બાબતે ફ્રેંચાઈઝીઓ સાથે વાતચીત શરૂ કરી દીધી છે અને વધુમાં વધુ ખેલાડીઓ ઉપલબ્ધ રહે તેવી ઉમ્મીદ છે. જે ખેલાડીઓ સામેલ નહિ થઈ શકે તેમના માટે ફ્રેન્ચાઈઝી પાસે રિપ્લેસમેન્ટનો અધિકાર રહેશે.

જણાવી દઈએ કે હાલમાં જ બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ વિદેશી પ્લેયર્સના આઈપીએલ 2021ના બાકી બચેલ મેચમાં રમવાના સવાલ પર જવાબ આપતા કહ્યું હતું કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય ટૂર્નામેન્ટ પૂરો કરવાનો છે. ટૂર્નામેન્ટ અધવચ્ચે અધૂરો ન છોડી શકાય, એવામાં જે કોઈપણ ખેલાડીઓ ટૂર્નામેન્ટ ટૂર્નામેન્ટ માટે ઉપલબ્ધ હશે તેમને તેની સાથે જ પૂરો કરાશે અને અમુક ખેલાડીઓ માટે આપણે ટૂર્નામેન્ટ આયોજિત કરવાનું ટાળી ન શકીએ.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
foreign players will play remaining matches or not? BCCI official answered
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X