For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વકપ 2015ના 10 અનોખા અને રસપ્રદ તથ્યો

|
Google Oneindia Gujarati News

સિડની, 21 માર્ચ: વિશ્વકપ 2015 પોતાના રોમાંચની ચરમસીમા પર પહોંચી ગયું છે. 14 ટીમોમાંથી હવે માત્ર 4 ટીમો જ બાકી રહી છે. સેમીફાઇનલ માટે ભારત-ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ-દક્ષિણ આફ્રીકાનો મુકાબલો નક્કી થઇ ચૂક્યો છે. આવામાં આ ચારેય ટીમ વિશ્વકપને પોતાના દેશ લઇ જવા માટે સંપૂર્ણ શક્તિ લગાવી દેશે. આ વિશ્વકપ રેકોર્ડ અને આંકડાઓના હિસાબે તો ખૂબ જ રસપ્રદ બનેલો જ છે. પરંતુ અમે આપને 10 એવી બાબતોથી પણ અવગત કરાવવા જઇ રહ્યા છીએ જેને જાણીને આપ રોમાંચિત થઇ જશો.

1. 15 ફેબ્રુઆરીના રોજ ભારત પાકિસ્તાનની વચ્ચે રમાયેલી મેચની તમામ ટિકિટ માત્ર 12 મિનિટમાં જ વેચાઇ ગઇ હતી.

2. આ વિશ્વકપમાં અફઘાનિસ્તાને પહેલીવાર ભાગ લીધો છે.

3. આ વિશ્વકપમાં સૌથી ઓછી ઉંમરના ખેલાડી અફઘાનિસ્તાનના ઉસ્માન ગની છે, જેમની ઉંમર માત્ર 18 વર્ષ છે.

4. સચિન તેંડુલકરને સતત બીજીવાર વિશ્વકપનો બ્રાંડ એમ્બેસડર બનાવવામાં આવ્યા છે. 2011 અને 2015 બંને વિશ્વકપમાં સચિન આઇસીસી વિશ્વકપના બ્રાંડ એમ્બેસડર રહ્યા છે.

5. આ વિશ્વકપને જીતનારી ટીમ જો એક પણ મેચ નહીં હારે તો તે ટીમને 4.3 મિલિયન ડોલરના સ્થાને 4.6 મિલિયન ડોલરની ઇનામી રાશિ આપવામાં આવશે.

વધુ રસપ્રદ તથ્યો વાંચો સ્લાઇડરમાં...

#6

#6

આ વિશ્વકપમાં ટીમ ઇન્ડિયાની જર્સી પર નાઇકીનો લોગો દરેક ખેલાડીના જમણા હાથે બનેલો છે. પરંતુ ડાબા હાથના ખેલાડીઓ માટે લોગો ડાબી બાજુ બનેલ છે.

#7

#7

ટીમ ઇન્ડિયાની જર્સી આ વખતે નાઇકીએ બનાવી છે, અને તે અપેક્ષા પ્રમાણે ખૂબ જ હળવી છે. એટલું જ નહીં ટીમ ઇન્ડિયાની જર્સીનો નીચેનો ભાગ પ્લાસ્ટીકની બોટલોને રિસાઇકલ કરીને બનાવવામાં આવ્યો છે.

#8

#8

આ પૂલમાં કોઇ પણ ટીમ પોતાની ઉપરની ટીમને હરાવવામાં સફળ નથી થઈ.

#9

#9

વિશ્વકપના ઇતિહાસમાં આજ સુધી સૌથી વધારે વખત જોનારો મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો હતો.

#10

#10

આયર્લેન્ડ એકમાત્ર એવી ટીમ છે જેણે વિશ્વકપમાં ત્રણવાર 300થી વધારે રન બનાવ્યા છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Get to know 10 most interesting wow facts icc cricket world cup 2015, these are facts which are lesser known to cricket lovers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X