For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ, ફરીથી જોવા મળી શકે છે મિની IPL

ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ, ફરીથી જોવા મળી શકે છે મિની IPL

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ફરી એકવાર મિની આઈપીએલ એટલે કે ચેમ્પિયન્સ ટ્રોફી લાવવા ઈચ્છે છે. સૂત્રો મુજબ 5 નવેમ્બરે થયેલ મીટિંગ દરમિયાન ચેમ્પિયન્સ લીગ ફરીથી શરૂ કરાવવાની ચર્ચા ઈ છે. ચેમ્પિયન્સ લીગને 5 વર્ષ પહેલા જ બંધ કરી દેવામાં આવી હતી, જેની છેલ્લી ટૂર્નામેન્ટ વર્ષ 2014માં રમાયી હતી. વધુ લોકપ્રિય ના થઈ શકી હોવાના કારણે ચેમ્પિયન્સ લીગ ટી20 ટૂર્નામેન્ટ ત્વરીત પ્રભાવથી બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

bcci

હવે ગર્વનિંગ કાઉન્સિલની બેઠકમાં મુદ્દો સામે આવ્યો છે કે બંધ કરવામાં આવેલ ચેમ્પિયન્સ લીગના સાથને કેવી રીતે ભરી શકાય. આ ટૂર્નામેન્ટ સપ્ટેમ્બર-ઓક્ટોબરના મહિને 15-20 દિવસ માટે રમાતો હતો. સૌરવ ગાંગુલી અધ્યક્ષ બન્યા બાદ હવે ભારતીય ક્રિકેટમાં કેટલાય બદલાવ આવવાના ચાંસ છે. જો દર્શકોને ફરીથી મિની આઈપીએલ જોવા મળે છે તો આનાથી બીસીસીઆઈને નાણાણીય ફાયદો પણ થશે.

બેઠકમાં આઈપીએલના ચીફ ઓપરેટિંગ ઑફિસર હેમાંગ અમિને ગવર્નિંગ કાઉન્સિલને જણાવ્યું હતું કે ચેમ્પિયન્સ લીગ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં 15થી 20 દિવસ સુધી આયોજિત કરવામાં આવતી હતી. આ આયોજનનું કારણ બીસીસીઆઈને આર્થિક ફાયદો આપવાનું છે. આ ઉપરાંત આઈપીએલ ટીમોનું આઈસીસીના એસોસિએટ દેશો સાથે મુકાબલાની વાત પર પણ ચર્ચા થઈ. બેઠકમાં પ્રસ્તાવ રાખવામાં આવ્યો કે જુલાઈ અને ઓગસ્ટમાં આઈપીએલ ટીમ એસોસિએટ દેશો સાથે મુકાબલાની વાત પર પણ ચર્ચા થઈ. બેઠકમાં પ્રસ્તાવ રાખવામાં આવ્યો કે જુલાઈ અને ઓગસ્ટમાં આઈપીએલ ટીમો એસોસિએટ દેશોમાં જઈ મેચ રમી શકે છે. એટલું જ નહિ બેઠકમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આઈપીએલ ટીમો વિદેશમાં એક-બીજા સાથે ફ્રેન્ડલી મેચ રમી શકે છે જેનાથી આખી દુનિયામાં આઈપીએલના ફેન્સ વધશે. જો કે આ મુદ્દે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે કહ્યું કે આ મુદ્દે મોટા ગ્રુપો સાથે ચર્ચા કરવામાં આવશે.

IPL Auction 2020: હરાજી પહેલા કોહલીએ ફેન્સને આપ્યો ખાસ મેસેજ, જાણો શું કહ્યુંIPL Auction 2020: હરાજી પહેલા કોહલીએ ફેન્સને આપ્યો ખાસ મેસેજ, જાણો શું કહ્યું

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
good news for cricket fans, mini IPL may start again
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X