રિંકુ સિંહના ફેન્સ માટે ગુડ ન્યુઝ, T20 વર્લ્ડ કપને લઈને ગુડ ન્યુઝ આવ્યા

T20 વર્લ્ડ કપને લઈને ટીમમાં કોને સ્થાન મળશે તેની અટકળો વચ્ચે રિંકુ સિંહના ફેન્સને ગુડ ન્યુઝ મળ્યા છે. અહેવાલો અનુસાર, રિંકુ T20 વર્લ્ડ કપમાં ધમાલ મચાવતો જોવા મળી શકે છે.

ભારતીય ટીમના યુવા બેટ્સમેન રિંકુ સિંહને ટીમ તરફથી ફોન આવ્યો છે. રિંકુ સિંહને ટી-20 વર્લ્ડ કપ પહેલા ફોટોશૂટ માટે બોલાવવામાં આવ્યો હતો.

Rinku

આ દરમિયાન તે ઈંગ્લેન્ડ ટીમના કોચ બ્રેન્ડન મેક્કુલમ સાથે જોવા મળ્યો. કોચ બ્રેન્ડન મેક્કુલમ IPLમાં KKRનો ભાગ છે. ટી-20 વર્લ્ડ કપ માટે ફોટોશૂટમાં રિંકુ સિંહની હાજરીથી તેના રમવાની શક્યતા વધી ગઈ છે.

T-20 વર્લ્ડ કપમાં રિંકુ સિંહને ભારતીય ટીમમાં જગ્યા આપવામાં આવી શકે છે. રિંકુ સિંહ T-20 ફોર્મેટમાં ઘણી વખત પોતાને સાબિત કરી ચૂક્યો છે. છેલ્લી ઓવરોમાં આક્રમક બેટિંગ કરનાર રિંકુ T-20 વર્લ્ડ કપમાં પણ ધમાલ કરી શકે છે.

રિંકુ સિંહને આયર્લેન્ડ સામે ટી-20માં ડેબ્યૂ કરવાની તક મળી હતી. તેણે ભારત માટે 15 T-20 મેચમાં પોતાના બેટથી 356 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં બે અડધી સદી પણ ફટકારી છે.

રિંકુ સિંહે ટી-20 ઉપરાંત વનડેમાં પણ ભારત માટે ડેબ્યૂ કર્યું છે. તેણે બે વનડે મેચમાં 55 રન બનાવ્યા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવી વાતો પણ સામે આવી રહી છે કે રિંકુ સિંહ ધર્મશાલામાં યોજાનારી પાંચમી ટેસ્ટમાં ડેબ્યૂ કરી શકે છે.

જો કે BCCI દ્વારા જાહેર કરવામાં આવેલી ટીમમાં રિંકુ સિંહનું નામ નથી. આવી સ્થિતિમાં તેના રમવાના ચાન્સ ઓછા લાગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X