વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની સગાઇ 1 જાન્યુઆરી થશે?

Subscribe to Oneindia News

ભારતીય ક્રિકેટમાં ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માની સગાઇની ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ અનુષ્કા એક જાન્યુઆરીએ સગાઇ કરવાના છે. આના માટે લગભગ બધી તૈયારીઓ પણ થઇ ચૂકી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. જો કે હજુ સુધી આ અંગે બંને તરફથી કોઇ નિવેદન સામે આવ્યુ નથી.

virat anushka

ઉત્તરાખંડમાં રજાઓ

સૂત્રોના જણાવ્યા મુજબ વિરાટ અનુષ્કા હાલમાં ઉત્તરાખંડમાં રજાઓ માણી રહ્યા છે. તેઓ ક્રિસમસના એક દિવસ પહેલા દહેરાદૂનના જોલી ગ્રાંટ એરપોર્ટ પર સાથે દેખાયા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરીશ રાવતે પણ ટ્વીટ કરીને તેમનું રાજ્યમાં સ્વાગત કર્યુ હતુ. રાવતે ટ્વીટ કરીને કહ્યુ કે, 'આશા છે કે ઉત્તરાખંડમાં તમારી મુલાકાત યાદગાર રહેશે.' કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ અનુષ્કાની સગાઇની તૈયારીઓ માટે તેમના પરિવારના લોકો પણ ઉત્તરાખંડમાં ભેગા થયા છે.

સોશિયલ મીડિયા પર વાઇરલ છે તસવીરો

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વર્ષ 2013 માં એકબીજાની નજીક આવ્યા હતા અને બે વર્ષ બાદ એટલે કે 2015 માં તેમનો રોમાંસ બહાર પડ્યો હતો. ત્યારબાદ વિરાટ અને અનુષ્કા ઘણી જ્ગ્યાએ સાથે દેખાવા લાગ્યા. હાલમાં બંને ઉત્તરાખંડમાં છે અને સોશિયલ મીડિયા પર તેમની કેટલીક તસવીરો ખૂબ વાઇરલ થઇ રહી છે. થોડા મહિના પહેલા તેમના બ્રેક અપના સમાચાર પણ ખૂબ છવાયેલા રહ્યા. જો કે વર્ષના છેલ્લા મહિનામાં બંને ફરીથી નજીક આવ્યા. હાલમાં જ વિરાટ અને અનુષ્કા ક્રિકેટર યુવરાજ સિંહના લગ્નમાં સાથે દેખાયા હતા.

English summary
Gossips about virat kohli and anushka sharma's engagement on january 1 2017.
Please Wait while comments are loading...