GT vs DC: મોહમ્મદ શમીનો કહેર, દિલ્હીએ પાવરપ્લેમાં બનાવ્યો શરમજનક રેકોર્ડ
મંગળવારે દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનો ફરી એકવાર ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. આ સિઝનમાં દિલ્હીની બેટિંગ ઘણી નબળી રહી છે. દરેક મેચ સાથે ટીમની બેટિંગ ખરાબ થઈ રહી છે.
ગુજરાત સામે દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત વિરૂદ્ધ ડેવિડ વોર્નરના આ નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે. અમદાવાદની આ પીચ પર પહેલા બોલિંગ કરવું ફાયદાકારક માનવામાં આવતું હતું, તેમ અહીં ગુજરાતના બોલરોએ બતાવ્યું હતું.

મોહમ્મદ શમીએ દિલ્હી સામે શાનદાર બોલિંગ કરી હતી. તેના ચાર ઓવરના સ્પેલમાં તેણે માત્ર 11 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમીનો આ સ્પેલ આઈપીએલ ઈતિહાસના સર્વશ્રેષ્ઠ સ્પેલમાંથી એક રહ્યો છે. મોહમ્મદ શમીએ IPLમાં સૌથી વધુ 21 વિકેટ લીધી છે.
આ સિઝનમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલી દિલ્હીની ટીમે વધુ એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. દિલ્હી આ સિઝનમાં પાવરપ્લેમાં જ પાંચ વિકેટ ગુમાવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ પહેલા IPLની 16મી સિઝનમાં કોઈ ટીમે આટલુ ખરાબ પ્રદર્શન કર્યુ ન હતુ.
ગુજરાત તરફથી બોલિંગની શરૂઆત મોહમ્મદ શમીએ કરી હતી. મોહમ્મદ શમીએ પ્રથમ ઓવરના પહેલા જ બોલ પર વિકેટ લેવાનું કામ કર્યું હતું. મોહમ્મદ શમીએ ફિલિપ સોલ્ટને મેચના પહેલા જ બોલ પર કેચ આઉટ કરાવીને પેવેલિયન મોકલી દીધો હતો. આનાથી દિલ્હી તરફથી વિકેટો પડવાની પ્રક્રિયા શરૂ થઈ.
બીજી જ ઓવરમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ડેવિડ વોર્નર રનઆઉટ થયો હતો. પ્રિયમ ગર્ગે શોર્ટ મિડ-વિકેટ પર શોટ રમીને રન લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે અડધી પિચમાંથી પાછો ફર્યો હતો. ડેવિડ વોર્નર ઘણો આગળ નીકળી ગયો હતો, જે બાદ તે રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.
ગુજરાત ટાઇટન્સઃ રિદ્ધિમાન સાહા, અભિનવ મનોહર, હાર્દિક પંડ્યા (સી), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશુઆ લિટલ.
દિલ્હી કેપિટલ્સ: ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), મનીષ પાંડે, રિલે રુસો, પ્રિયમ ગર્ગ, અક્ષર પટેલ, રિપલ પટેલ, અમન હકીમ ખાન, કુલદીપ યાદવ, એનરિક નોર્ટજે, ઈશાંત શર્મા.












Click it and Unblock the Notifications
