GT vS RCB : બેંગલુરૂની પહેલી હાર, ગુજરાતે મુકાબલો આસાનીથી જીત્યો
GT vS RCB : ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે રમાયેલા મુકાબલામાં ગુજરાત ટાઈટન્સે તેની બીજી જીત મેળવી છે. આ મુકાબલા સાથે આરસીબીની પહેલી હાર થઈ છે. ગુજરાતે આ મુકાહલો 8 વિકેટ જીતી લીધો.
આઈપીએલની શાનજાર શરૂઆત કરનારી આરસીબી માટે આજનો દિવસ સારો નહોતો. નબળી શરૂઆત બાદ ટીમ 8 વિકેટ ગુમાવીને 20 ઓવર્સમાં 196 રન જ બનાવી શકી હતી. આજે કોહલી ફરીથી સસ્તામાં આઉટ થઈ ગયો.

બીજી ઈનિંગમાં બેંગલુરૂ ગુજરાતની વિકેટો લેવામાં નિષ્ફળ રહી. આ મુકાબલામાં મોહમ્મદ સિરાઝ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો અને આરબીસીની કમર તોડવાનું કામ કર્યુ. સિરાઝની ત્રણ વિકેટે બાજી પલ્ટી દીધી અને આરબીસીને મોટા સ્કોર કરતા રોકી દીધી.
બેંગલુરૂ માટે લિયામ લિવિંગસ્ટોને સૌથી વધુ 54 રન બનાવ્યા. બીજી તરફ ગુજરાત માટે જોશ બટલરે ધમાકેદાર બેટિંગ કરી અને 39 બોલમાં 79 રનની નોટઆઉટ ઈનિંગ રમી. આ સિવાય સાઈ સુદર્શને પણ મહત્વની 39 રનની ઈનિંગ રમી.












Click it and Unblock the Notifications
