વર્લ્ડ કપ પહેલા લગ્નના બંધનમાં બંધાયા આ ભારતીય ક્રિકેટર, પત્નીને કર્યો ખાસ વાયદો

વર્લ્ડ કપ પહેલા લગ્નના બંધનમાં બંધાયા આ ભારતીય ક્રિકેટર, પત્નીને કર્યો ખાસ વાયદો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર હનુમા વિહારીએ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં રમાનાર આઈસીસી વર્લ્ડ કપ પહેલા લગ્ન કરી લીધા છે. તેમણે પોતાની ગર્લ ફ્રેન્ડ પ્રીતિ રાય સાથે રવિવારે લગ્ન કરી લીધાં. બંનેએ 23મી ઓક્ટોબરના રોજ હૈદરાબાદમાં સગાઈ કરી હતી. વિહારીના લગ્નમાં 1500 મહેમાન આવ્યા હતા. લગ્ન પ્રસંગ વારંગલના હનમકોંડામાં તેલુગુ રીતિ-રિવાજથી થયાં. પ્રીતિ વ્યવસાયે ડિઝાઈનર છે.

hanuma vihari

પત્નીન વચન આપ્યું

હનુમા વિહારીએ લગ્નનો ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, "તારા ચેહરા પર આ સ્મીત બનાવી રાખવાનું વચન આપું છું. તમારા બધાના પ્રેમ અને દુવાઓ માટે આભાર." ઉલ્લેખનીય છે કે હનુમાન અને પ્રીતિની સગાઈ ગત વર્ષે ઑક્ટોબર મહિનામાં હૈદરાબાદમાં થઈ હતી. હનુમાએ ગોઠણ પર બેસી પ્રીતિને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. વિવાહ સમારોહ દરમિયાન વર-વધુ પરંપરાગત ડ્રેસમાં હતા. જ્યાં હનુમાએ શેરવાની પહેરી હતી, જ્યારે પ્રીતિ લાલ રંગની કાંજીવરમ સાડીમાં હતી.

આમના લગ્નમાં ભારતીય ક્રિકેટ ટીમના ફિલ્ડિંગ કોચ આર શ્રીધર પણ સામેલ થયા. આઈપીએલ 2019માં હનુમા વિહારી દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો હતો. જો કે તેને રમવાનો વધુ મોકો નહોતો મળ્યો. તેમની ટીમ આઈપીએલના પ્લેઑફ સુધી પહોંચી હતી. વિહારીને વર્લ્ડ કપની ટીમમાં ચોથા નંબર પર બેટિંગ કરવાનો મોકો મળી શકે છે. વિહારીએ પાછલા વર્ષે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે સપ્ટેમ્બર 2018માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ધી ઓવલમાં પહેલી ટેસ્ટ મેચ રમ્યો હતો. પહેલી જ મેચમાં તેણે ફિફ્ટી લગાવી હતી અને 56 રન બનાવ્યા હતા. હવે તેની પાસે વર્લ્ડ કપ દરમિયાન ખુદને મોટો ખેલાડી સાબિત કરવાનો સોનેરો મોકો છે.

આ પણ વાંચો- વર્લ્ડ કપ પહેલા કોહલીનો વિરાટ ધમાકો, દુનિયાના બદા જ ક્રિકેટર્સને પાછળ છોડ્યા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X