હેપ્પી બર્થ ડે ટૂ રવિન્દ્ર જાડેજા, જાણો જાડેજાની અજાણી વાતો

Written By:
Subscribe to Oneindia News

ઘોડાના શોખીન, વારંવાર લૂક બદલવાના શોખીન, મનથી ગુજરાતી અને ઠાઠથી રાજવાડી તેવા ભારતીય સ્પીનર રવિન્દ્ર જાડેજાનો આજે 29મો જન્મદિવસ છે. ગુજરાતમાં જન્મેલા જોડેજા માટે આજે તે જે જીવન જીવી રહ્યા છે તે તેમના માટે એક સપનાનું સાકાર થવા સમાન જ ખાસ છે. પોતાની મહેનતથી જ તેમણે ભારતીય ટીમમાં પોતાની એક આગવી ઓળખ મેળવી છે. અને તે ભારતીય ક્રિકેટ ટીમના એક ઓલરાઉન્ડર ક્રિકેટર છે. ત્યારે ગુજરાતના લોકલાડીલા ક્રિકેટર તેવા રવિન્દ્ર જાડેજા વિષે વધુ જાણો અહીં...

કરિયર

કરિયર

જાડેજાએ 2009મા ભારત અને શ્રીલંકાની પાંચમી અને છેલ્લી વનડેથી પોતાના આંતરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરની શરૂઆત કરી હતી. આ મેચમાં ભારતની તરફથી ભારતના આ સ્પિનરે એક પણ વિકેટ નહતી લીધી. પણ બેટિંગ કરી તેમણે 60 રન ફટકાર્યા હતા. ત્યારે તેમના કેરિયરની શરૂઆતમાં જાડેજાએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

આઇપીએલ બની ઓળખ

આઇપીએલ બની ઓળખ

રવિન્દ્ર જાડેજાને અનેક વાર ટીમથી બહાર નીકાળવામાં આવ્યા છે. અને શરૂઆતમાં તેમને પોતાની અલગ ઓળખ બનાવવામાં પણ સમય લાગ્યો હતો. પણ આઇપીએલ તેમને એવી તક પૂરી પાડી કે તેમનું જીવન જ બદલાઇ ગયું. આઇપીએલના પહેલા સીઝનમાં રાજસ્થાન રોયલના કપ્તાન શેન વોર્ને જાડેજાને પોતાની ટીમમાં જગ્યા આપી. જાડેજાએ પહેલી આઇપીએલમાં તો ખાસ કોઇ ઓળખ ના બનાવી પણ બેટિંગથી તેમણે 14 મેચમાં સ્ટ્રાઇક રેટથી 135 રન બનાવ્યા હતા.

રોકસ્ટાર

રોકસ્ટાર

આઇપીએલની પહેલી સીઝનમાં જાડેજા શેર વાર્ન સાથે રમી રહ્યા હતા. જાડેજા એક વાર કહ્યું હતું કે શેન વોર્ન તેને રોકસ્ટાર કરીને બોલવતા. પણ ત્યારે જાડેજાને રોકસ્ટારનો મતલબ સમજાતો નહતો. પાછળથી તેમને ખબર પડી કે શેન વોર્ન તેમના વખાણ કરવા તેમને આ નામથી બોલાવે છે. આજે પણ જાડેજા જડ્ડૂ અને રોકસ્ટાર નામથી બોલાવે છે.

પર્સનલ લાઇફ

પર્સનલ લાઇફ

2012માં આઇપીએલમાં સૌથી સફળ ટીમ ચેન્નઇ સુપર કિંગ્સમાં જાડેજાને રમવાનો મોકો મળ્યો. રવિન્દ્ર જાડેજાની પર્સનલ લાઇફ વિષે જણાવીએ તો તેમના પિતા અનિરુદ્ધ સિંહ એક સિક્યોરિટી ગાર્ડ હતા અને તેમની માતા નર્સ તરીકે કામ કરતી હતી. તેમની બે બહેનો પણ છે. નૈના અને પદ્મિની જાડેજા. વધુમાં 2005માં જાડેજાની માતાનું દેહાંત થઇ ગયું હતું. આજે જાડેજા પોતે એક બાળકીના પિતા છે. અને રાજકોટ ખાતે એક જાણીતી હોટલના માલિક પણ. ત્યારે વન ઇન્ડિયા તરફથી જાડેજાને તેમના જન્મદિવસ પર ખુબ ખુબ શુભેચ્છાઓ.

English summary
Happy birthday Ravindra Jadeja: interesting facts about team indias spiner.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.