રેસિસ્ટ પાયલટ પર ભડક્યા હરભજન સિંહ

Written By:
Subscribe to Oneindia News

ભારતના જાણીતા ઓફસ્પિનર હરભજન સિંહજેટ એરવેઝ ના પાયલટ પર જાતિવાદ નો તથા ફ્લાઇટમાં યાત્રા કરી રહેલ વિકલાંગ વ્યક્તિ સાથે ગેરવર્તણૂક કરવાનો આરોપ લગાવ્યો છે. હરભજન સિંહે આ અંગે નરેન્દ્ર મોદી ને જરૂરી પગલા લેવાની અપીલ પણ કરી છે.

ઇન્ડિયન પ્રીમિટર લીગ(આઇપીએલ) 2017માં મુંબઇ ઇન્ડિયન્સ ટીમ તરફથી રમતા હરભજન સિંહે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર પર આ ઘટના વર્ણવી છે. જેટ એરવેઝના વિદેશી પાયલટ બર્ન્ડ હોસેલિનના જાતિવાદી વર્તનનો તેમણે ટ્વીટર પર વિરોધ કર્યો છે.

harbhajan singh

હરભજને આ ઘટના અંગે કરેલા વિવિધ ટ્વીટમાં કહ્યું છે, પાયલટનું આવું વર્તન એરલાઇન્સ માટે શરમજનક વાત છે, પાયલટ વિરુદ્ધ કડક પગલાં લેવાવા જોઇએ. જો કે, તેમણે પોતાના ટ્વીટમાં એ નથી જણાવ્યું કે આ ઘટના ક્યારે અને ક્યાં બની હતી.

અહીં વાંચો - IPLના ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનાર 10 ટીમો

તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે, જેટ એરવેઝના બર્ન્ડ હોસેલિન નામના પાયલટે મારી સાથે યાત્રા કરી રહેલ ભારતીયને યુ બ્લડી ઇન્ડિયન, ગેટ આઉટ ઓફ માય ફ્લાઇટ, કહ્યું હતું; જ્યારે કે તે પોતે અહીં રહીને કમાણી કરી રહ્યો છે.

તે રેસિસ્ટ હતો એટલું જ નહીં, પરંતુ તેણે એક મહિલાનું પણ અપમાન કર્યું હતું તથા વિકલાંગ વ્યક્તિ સાથે ગેર-વર્તણૂક કરી હતી. જેટ એરવેઝ માટે આ ખૂબ શરમજનક વાત કહેવાય.

આવી ઘટનાઓ સામે કડક પગલાં લેવાવા જોઇએ અને આપણા દેશમાં આવી ગેર-વર્તણૂક ચલાવી લેવી ન જોઇએ. ચાલો આપણે સૌ સાથે મળી આનો ઉકેલ લાવીએ.

હરભજને પોતાના અન્ય એક ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટેગ કરી આ અંગે પગલાં લેવા વિનંતી કરી હતી.

હરભજન સિંહના આ ટ્વીટ પર અન્ય યૂઝર્સના રોષપૂર્ણ પ્રતિક્રિયાઓ આવી છે તથા કેટલાકે જેટ એરવેઝ સામે માંગણી કરી છે કે, આ પાયલટ પોતાના વ્યવહાર બદલ માફી માંગે.

જેટ એરવેઝે પણ હરભજનના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે, જેટ એરવેઝે લખ્યું છે કે, આવા બનાવો માટે એરલાઇન્સ શૂન્ય સહિષ્ણુતા ધરાવે છે તથા તેમણે તપાસના આદેશ આપ્યા છે.

English summary
Harbhajan Singh slams jet airways pilot for being racist.
Please Wait while comments are loading...