Hardik Natasa Divorce : હાર્દિક પંડ્યા અને નતાશાના ડિવોર્સને લઈને મોટો ખૂલાસો
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા ડિવોર્સ લઈ રહા હોવાના અહેવાલો સતત આવી રહ્યા છે. આ અહેવાલો વચ્ચે મોટી હકિકત પરથી પરદો હટ્યો છે.
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક ટૂંક સમયમાં અલગ થવા જઈ રહ્યા હોવાના અહેવાલ છે અને નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પરથી લગ્નના તમામ ફોટો ડિલીટ કરી દીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ વચ્ચે બધુ ઠીક નથી.

હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડાની અફવાઓ વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કપલ વચ્ચે બધુ બરાબર છે.
ક્રિકબઝના અહેવાલ મુજબ, કપલ વિદેશમાં રજાઓ માણી રહ્યું છે. જો કે આ સમાચારને સત્તાવાર સમર્થન મળ્યું નથી. આ સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું છૂટાછેડાના સમાચાર ખોટા છે?
અહેવાલો અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2024 સિઝનમાંથી બહાર થઈ ગયા બાદ પંડ્યાએ થોડા દિવસો માટે બ્રેક લીધો છે વિદેશ ગયો છે.
પીટીઆઈના અહેવાલમાં અગાઉ કહેવામાં આવ્યું હતું કે આઈપીએલ લીગનો તબક્કો પૂરો થયા બાદ હાર્દિક યુકે ગયો હતો. પરંતુ હવે એવા અહેવાલ છે કે તે પત્ની નતાશા સાથે વેકેશન પર ગયો છે. જો કે, લોકેશનને લઈને કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી.
જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા નતાશા એક મિસ્ટ્રી મેન સાથે જોવા મળી હતી. આ દરમિયાન જ્યારે તેને હાર્દિક સાથેના છૂટાછેડા વિશે પૂછ્યું તો અભિનેત્રીએ આભાર કહ્યું અને જવાબ આપ્યા વિના ત્યાંથી નીકળી ગઈ. તેણીએ આ અફવા પર ન તો કોઈ પ્રતિક્રિયા આપી અને ન તો તેનો ઈન્કાર કર્યો.
હવે સવાલ એ થાય છે કે જો નતાશા મુંબઈમાં હતી તો તે હાર્દિક સાથે વેકેશન પર ક્યારે ગઈ? હાર્દિકે પણ હજુ સુધી છૂટાછેડાના સમાચાર પર કંઈ કહ્યું નથી.
નતાશા અને હાર્દિક પંડ્યાના છૂટાછેડાના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે અભિનેત્રીએ અચાનક તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી હાર્દિકની સરનેમ હટાવી દીધી.
તેણીએ ઈન્સ્ટાગ્રામ પરથી લગ્નની તમામ તસવીરો ડિલીટ કરી દીધી. આ સિવાય તે એક વખત પણ IPL મેચ જોવા નથી આવી. આ સ્થિતિમાં, ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બંને વચ્ચે બધુ બરાબર નથી. અત્યારે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે સત્ય શું છે અને કપલ વચ્ચે શું ચાલી રહ્યું છે?












Click it and Unblock the Notifications
