For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંગુઠી પહેરાવવા જઈ રહ્યો હતો હાર્દિક પંડ્યા, ત્યારે જ ભાવુક થઈ ગઈ નતાશા, જુઓ વીડિયો

અંગુઠી પહેરાવવા જઈ રહ્યો હતો હાર્દિક પંડ્યા, ત્યારે જ ભાવુક થઈ ગઈ નતાશા, જુઓ વીડિયો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આખરે હાર્દિક પંડ્યાએ બધી અટકળો પર વિરામ લગાવતા બોલીવુડ એક્ટ્રેસ નતાશા સ્ટેનોવિચ સાથે નવા વર્ષના પહેલા દિવસે સગાઈ કરી લીધી છે. પાંડ્યા અને નતાશાએ સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી છે. બંને વચ્ચે પાછલા કેટલાક મહિનાથી અફેરની વાતો સામે આવી રહી હતી, પરંતુ આ જોડીએ ક્યારેય અફેરને લઈ ખુલ્લેઆમ ક્યારેય વાત નહોતી કરી. પરંતુ પાંડ્યા અને નતાશાએ પોતાના રિલેશનને ઉજાગર કરવા માટે નવા વર્ષનો ઈંતેજાર કર્યો અને પોતાના ફેન્સને ખુશખબરી આપી.

hardik pandya

અગાઉ હાર્દિક પંડ્યાએ 31 ડિસેમ્બરે નતાશાનો હાથ થામતા એક તસવીર શેર કરી પોતાના રિલેશનશિપનો ખુલાસો કર્યો હતો. હવે પાંડ્યાએ વર્ષના પહેલા દિવસે જ નતાશાને સમુદ્રમાં ક્રૂઝની સેર કરાવતી વખતે રિંગ પહેરાવી. હવે બંને જલદી જ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. નતાશાને જ્યારે પાંડ્યાએ રિંગ પહેરાવી તો તે ભાવુક થઈ ઉઠી. નતાશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ પળનોવીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાંડ્યા ગોઠણના બળે બેસીને નતાશાને રિંગ પહેરાવવા લાગે છે પરંતુ આ દરમિયાન નતાશા ભાવુક થઈ ઉઠી અને તેણે પાંડ્યાને કિસ કરી લીધી.

આ દિવસને ખાસ બનાવવા માટે પાંડ્યાએ ગ્રાન્ડ પાર્ટી રાખી. આ દરમિયાન તેના કેટલાક ખાસ ફ્રેન્ડ્સ પણ ક્રૂઝ પર ઉભા જોવા મળ્યા. જણાવી દઈએ કે નતાશાએ 3 વર્ષની ઉંમરથી જ ડાંસ સીખવો શરૂ કરી દીધો હતો. 2010માં સ્પોર્ટ્સ સર્બિયાનો ખિતાબ જીત્યા બાદ નતાશાએ સ્પોર્ટ્સ ક્ષેત્રમાં કરિયર બનાવવાનો ફેસલો કર્યો. ઈન્સ્ટાગ્રામ પર તેમના 9 લાખથી વધુ ફોલોઅર્સ છે. નતાશા ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીય હૉટ તસવીરો શેર કરી ચૂકી છે.

2020નું સ્પોર્ટ્સ કેલેન્ડરઃ IPL 2020, T20 WC, ટોક્યો ઓલિંપિક સહિત આ ગેમ રમાશે2020નું સ્પોર્ટ્સ કેલેન્ડરઃ IPL 2020, T20 WC, ટોક્યો ઓલિંપિક સહિત આ ગેમ રમાશે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
hardik pandya and natasha stanovich engagement video went viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X