Hardik Pandya : જઈ શકે છે હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશિપ, આ ખેલાડી બની શકે કેપ્ટન
ગુજરાત ટાઈટન્સ ડુબાડનારા કેપ્ટન હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ જવાના અહેવાલો છે. ભારતીય ટીમની કેપ્ટનશિપથી દુર રખાયા બાદ હાર્દિકને ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશિપ ગુમાવવી પડી શકે છે.
શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાતમાં ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવ કેપ્ટનને સોંપવામાં આવી છે. હવે સવાલ એ ઊભો થયો છે કે શું હાર્દિક પંડ્યા કેપ્ટન બનવાની રેસમાં છે કે નહીં?

T20 વર્લ્ડ કપ 2024માં તેના શાનદાર પ્રદર્શન છતાં હાર્દિકની કેપ્ટન તરીકે અવગણના કરવામાં આવી છે. આ સ્થિતિમાં IPLમાં મુંબઈ ઈન્ડિયન્સમાં પંડ્યાની કેપ્ટનશિપ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
IPL 2024માં હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સમાં પુનરાગમન કર્યું હતું. રોહિત શર્માને હટાવીને MIનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ હવે સમસ્યા ઉભી થઈ છે કે ટીમ ઈન્ડિયાનો નવો ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે.
IPL 2025 ની મેગા હરાજી નજીક આવી રહી હોવાથી MIએ સૂર્યાને પણ મોટી ઓફર કરવી પડી શકે છે. MI ફ્રેન્ચાઇઝીએ સૂર્યકુમાર યાદવને જાળવી રાખવા માટે મોટી રકમ ખર્ચવી પડી શકે છે.
જો કે, બીસીસીઆઈએ હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે કોઈ એક ટીમ કેટલા ખેલાડીઓને જાળવી શકે છે. રિપોર્ટ અનુસાર, એક ટીમ 4 ખેલાડીઓને રિટેન કરી શકે છે, જેમાંથી 3 ભારતીય અને એક વિદેશી ખેલાડી હશે.
જો અંત સુધી સ્થિતિ એવી જ રહેશે તો મુંબઈ ઈન્ડિયન્સ પાસે સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહને રિટેન કરવાનો વિકલ્પ રહેશે. જ્યારે IPL 2024માં હાર્દિકને કેપ્ટનશિપ આપવામાં આવી હતી ત્યારે MIના ટીમ મેનેજમેન્ટનું વાતાવરણ બગડ્યું હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
હાર્દિક પંડ્યાને કેપ્ટન્સી મળી નથી તેથી ટીમ ઈન્ડિયામાં તેના સ્થાન પર સવાલો ઉભા થયા છે. જો પંડ્યા શ્રીલંકા સામેની શ્રેણીમાં સારું પ્રદર્શન કરી શકે નહીં તો શું થશે?
ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બન્યા બાદ ભારતીય ટીમમાં ઉતાર-ચઢાવ આવ્યા છે. આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે અને શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં હાર્દિકની ગેરહાજરીએ તેના ભવિષ્ય અંગે ચિંતા વધારી રહી છે.












Click it and Unblock the Notifications
