રવિન્દ્ર જાડેજા:હમ શરીફ ક્યા હુએ, પૂરી દુનિયા બદમાશ હો ગઇ

Written By:
Subscribe to Oneindia News

શ્રીલંકા સામેની ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની બે મેચોમાં શાનદાર રમતનું પ્રદર્શન કરનાર ટીમ ઇન્ડિયા માટે એક દુઃખના સમાચાર છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજાને તેમના ખરાબ વર્તન બદલ એક મેચમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આઇસીસીની ટેસ્ટ રેકિંગમાં પહેલા નંબરના ઑલરાઉન્ડર ખેલાડી જાડેજાએ મેચ રમવા પર પ્રતિબંધ મુકાયા બાદ સોશિયલ મીડિયા પર આ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

ravindra jadeja

કોલંબો ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચનું સન્માન આપવામાં આવ્યું હતું, પરંતુ જાડેજાના નેગેટિવ માર્કિંગને કારણે તેમની પર એક મેચનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આને કારણે તેઓ હવે આગલી ટેસ્ટ મેચ નહીં રમી શકે. આ પછી રવિન્દ્ર જાડેજાએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર રિએક્શન આપતાં શાહરૂખ ખાનની ફિલ્મ 'દિલવાલે'નો એક ડાયોલગ લખી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

જાડેજાએ ટ્વીટર પર પોસ્ટ કરેલ તસવીરમાં લખાણ જોવા મળે છે, 'હમ શરીફ ક્યા હુએ પૂરી દુનિયા બદમાશ હો ગઇ.' આ ટ્વીટ બાદ જાડેજા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા છે. જાડેજાએ છેલ્લા 24 મહિનામાં કુલ 6 નેગેટિવ માર્ક મેળવ્યા છે. બીજી ટેસ્ટ મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજા બોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમણે ક્રિઝ પર ઉભેલ બેટ્સમેન દિમુથ કરુણારત્ને પર બોલ ફેંક્યો હતો. અમ્પાયર દ્વારા આ ભૂલને જોખમી ગણાવતા તેમની પર એક મેચનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

English summary
Here is how Ravindra Jadeja reacts after he was banned for a match. He was man of the match in the last match.
Please Wait while comments are loading...