IPL 2020: 5મી વાર ખિતાબ જીતી શકે છે મુંબઈ ઈન્ડિયન્સ, આ રહ્યા 4 મુખ્ય કારણ

IPL 2020: 5મી વાર ખિતાબ જીતી શકે છે મુંબઈ ઈન્ડિયન્સ, આ રહ્યા 4 મુખ્ય કારણ

મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની સૌથી મજબૂત ટીમમાંથી એક છે. પાછલા કેટલાક વર્ષોમાં મુંબઈનું પ્રદર્શન શાનદાર રહ્યું. મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધી ચાર વખત આઈપીએલ ખિતાબ જીત્યો છે. સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઈએ પાછલા વર્ષે પોતાનો ચોથો આઈપીએલ ખિતાબ જીત્યો.

આ વર્ષે પણ રોહિત શર્મા નેતૃત્વ કરી રહ્યા છે અને તેમના શાનદાર નેતૃત્વ અને ટીમની તાકાતને કારણે ટીમ પ્રતિદ્વંદ્વી ટીમને આકરો પડકાર આપી શકે છે. સાથે જ મુંબઈ ઈન્ડિયન્સની બોલિંગ આ સીઝનમાં મજબૂત છે. આ બધાને ધ્યાનમાં રાખતાં આ લેખમાં અમે તમને એવા ચાર કારણ જણાવશુ જેનાથી મુંબઈ પાંચમી વાર ખિતાબ જીતી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સ પાસે સૌથી ખતરનાક બોલર

મુંબઈ ઈન્ડિયન્સ પાસે સૌથી ખતરનાક બોલર

મુંબઈ ઈન્ડિયન્સના બોલરે આઈપીએલની દરેક સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. રોહિત શર્માએ 2013માં મુંબઈની કમાન સંભાળી છે, ત્યારથી મુંબઈના પ્રદર્શનમા સતત સુધારો થઈ રહ્યો છે. મુંબઈએ 2013 અને 2019 વચ્ચે ચાર આઈપીએલ ખિતાબ જીત્યા, જેમાં મુંબઈના મહાન બોલરનુ સૌથી મોટું યોગદાન છે.

મુંબઈ ટીમ પાસે હાલ મહાન બોલર છે અને વિશેષ રૂપે મુંબઈ પાસે બોલરની એક સેના છે. જસપ્રીત બુમરાહ, લસિથ મલિંગા, નાથન કૂલ્ટર નાઈલ, ટ્રેંટ બોલ્ટ અને મિચેલ મેક્લેનન જેવા દિગ્ગજ બોલર આઈપીએલ 2020 માટે મુંબઈમાં છે. માટે મુંબઈ ઈન્ડિયન્સ એકવાર ફરીથી બોલરના દમ પર આઈપીએલ ચેમ્પિયન બની શકે છે.

ટીમના યુવા અને અનુભવી ખેલાડી

ટીમના યુવા અને અનુભવી ખેલાડી

મુંબઈ ઈન્ડિયન્સ પાસે યુવા અને અનુભવી ખેલાડીઓનુ સારું મિશ્રણ છે. ટીમમાં રોહિત શર્મા, કીરન પોલાર્ડ, લસિથ મલિંગા, ક્રિસ લિન, ક્વિંટન ડી કોક, ટ્રેંટ બોલ્ટ જેવા કેટલાક અનુભવી ખેલાડી છે. ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ જેવા ખેલાડી પણ છે. માટે અનુભવી ખેલાડીઓના અનુભવ અને યુવા ખેલાડીઓના ઉત્સાહ સાથે આ ટીમ ફરી એકવાર આઈપીએલની વિજેતા ટીમ બની શકે છે.

શાનદાર બેટિંગ

શાનદાર બેટિંગ

ભારતીય ક્રિકેટ ટીમના મહાન ઓપનર, 'હિટમેન' રોહિત શર્મા પોતાની ખતરનાક બેટિંગથી બોલર્સને ધોઈ રહ્યા છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રીકાના સલામી બેટ્સમેન ક્વિંટન ડી કૉક, ક્રિસ લિન, સૂર્ય કુમાર યાદવ અને ઈશાંત કિશન ટીમમાં છે. જે પોતાના દમ પર મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત પોલાર્ડ અને પાંડ્યા ભાઈઓ જેવા આક્રમક બેટ્સમેન પણ બેટિંગને મજબૂત કરે છે. આ તમામ બેટ્સમેનોની પ્રતિભાને જોતા મુંબઈ આ વખતે પોતાનો પાંચમો ખિતાબ જીતી શકે છે.

ટીમનો સર્વશ્રેષ્ઠ ઑલરાઉન્ડર

ટીમનો સર્વશ્રેષ્ઠ ઑલરાઉન્ડર

મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધી ચાર વખત આઈપીએલ ખિતાબ જીત્યો છે. જેમાં ઓલરાઉન્ડરોની ભૂમિકા હંમેશા મહત્વપૂર્ણ રહી છે. આવી રીતે મુંબઈને પાંચમો આઈપીએલ ખિતાબ અપાવવામાં ટીમના ઑલરાઉન્ડર ખેલાડીઓ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. કૃણાલ પાંડ્યા, હાર્દિક પાંડ્યા અને પોલાર્ડ જેવા ઓલરાઉંડર મહાન બેટ્સમેન અને બોલર છે. આ તમામ ખેલાડીઓએ કેટલીયવાર પોતાનો ખેલ દેખાડ્યો અને ટીમને જીત અપાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X