ગંભીર બિમારીનો શિકાર છે હિટમેન રોહિત શર્મા, પત્ની સાથે મોટો પંગો થતા સહેજ માટે રહી ગયો

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં ભારતની હાલ થઈ પરંતુ રોહિત શર્માની ઉપલબ્ધિની ચર્ચા થઈ રહી છે. આ મેચમાં 6 સિક્સર સાથે તે વન ડેમાં 550 સિક્સર ફટકારનારો પહેલો ભારતીય ખેલાડી બની ગયો છે.

રોહિત શર્માની સિક્સર વિશે તો બધા જાણે છે પરંતુ ઓછા લોકો જાણે છે કે રોહિત શર્મા એક ગંભીર બિમારીથી પીડાઈ રહ્યો છે. આ જ કારણ છે કે ઘણી વખત તે અજીબ હરકતો કરે છે.

Rohit Sharma

જણાવી દઈએ કે, રોહિત શર્માને સ્મૃતિ ભ્રંશ છે, જેના કારણે તે એવા કામ કરે છે જેને સાંભળીને અને જોઈને જ લોકો હસવા લાગે છે. રોહિત શર્માની હાલત પણ ધ ગ્રેટ ગેમ્બલરનું લોકપ્રિય ગીત મેરા ક્યા નામ હૈ જેવી થઈ જાય છે.

જો કે રોહિત શર્મા પોતાનું નામ નથી ભૂલતો પરંતુ તે પોતાનો પાસપોર્ટ, આઈફોન, પર્સ અને લગ્નની વીંટી પણ ભૂલી ચુક્યો છે. તે એક વખત તો એ પણ ભૂલી ગયો કે કે ટોસ જીત્યા બાદ તેને ટીમ જાહેર કરવાની છે અને નિર્ણય લેવાનો છે.

જાન્યુઆરી 2023માં ન્યૂઝીલેન્ડ સાથે રમાયેલી ODI મેચમાં રોહિત શર્મા ટોસ દરમિયાન પોતાનો નિર્ણય ભૂલી ગયો હતો. જેના વિશે તેણે પોતે કહ્યું હતું કે તેને સ્મૃતિ ભ્રંશ છે.

હાલમાં જ સમાચાર આવ્યા હતા કે એશિયા કપની ફાઈનલ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા જ્યારે ભારત પરત ફરવા એરપોર્ટ પર બસમાં બેસી રહી હતી ત્યારે રોહિત શર્મા પોતાનો પાસપોર્ટ હોટલમાં ભૂલી ગયો હતો. આ દરમિયાન તેને પાસપોર્ટ યાદ આવતા હોટલના સ્ટાફની મદદથી સમયસર મળી ગયો.

આ સિવાય 9 વર્ષ પહેલા વિરાટ કોહલીએ એક ઇન્ટરવ્યુ આપ્યો હતો કે રોહિતને ગંભીર સ્મૃતિ ભ્રંશ છે. તેઓ ઘણીવાર iPhone, iPad, પર્સ અને પાસપોર્ટ ભૂલી જાય છે. લોકો શું કહે છે તે પણ તેને યાદ નથી રહેતુ.

રોહિત શર્માએ પોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે એક વખત તેની લગ્નની વીંટી ભૂલી ગયો હતો, જેના કારણે આજે પણ તે વિચારીને ધ્રૂજી જાય છે કે તેણે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોત.

રોહિતે કહ્યું કે, મને વીંટી પહેરવાની આદત નહોતી, મેં હમણાં જ લગ્ન કર્યાં છે, તેથી મેં વીંટી પહેરી હતી પણ હું રોજ રાત્રે તેને બહાર કાઢીને સૂચો હતો. એકવાર હું ટૂર પર હતો ત્યારે રાત્રે હોટલના રૂમમાં સૂતી વખતે મેં રિંગ કાઢી નાખી હતી અને સવારે પહેરવાનું ભૂલી ગયો હતો અને બસમાં બેસી ગયો હતો ત્યારે અચાનક મારી નજર એરપોર્ટ પહોંચતા પહેલા ઉમેશ યાદવની વીંટી પર પડી અને મને રિંગ યાદ આવી.

રોહિતના જણાવ્યા અનુસાર, આ પછી હું ખૂબ જ પરેશાન થઈ ગયો, મેં મારા સિનિયર ખેલાડી હરભજન સિંહને શાંતિથી આ વાત કહી, કારણ કે જો મેં અન્ય કોઈને કહ્યું હોત તો તે ખૂબ હસ્યા હોત, પરંતુ ભજ્જીએ મારી મદદ કરી અને હોટલ સ્ટાફ દ્વારા મને રિંગ પહોંચાડી.

આ ઘટના પછી તે ક્યારેય રિંગ નથી ઉતારતો. તેણે તેના સાથી ખેલાડીઓને કહ્યું છે કે તે હોટલ છોડતા પહેલા દરેક વસ્તુ વિશે યાદ કરાવે. આ ઉપરાંત તેની પત્ની રિતિકા પણ તેને ફોન પર બધું પૂછે છે, પરંતુ જ્યારે પણ કોઈ ભૂલ થાય છે ત્યારે રોહિત કંઈકને કંઈક મિસ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X