રોહિત શર્માની સાથે પર્થની હોટેલમાં કોણ હતી એ યુવતી?
પર્થ, 5 ફેબ્રુઆરી: ટીમ ઇન્ડિયાના સ્ટાર્સ હાલમાં ટોપ પર છે એટલા માટે ટીમ ઇન્ડિયાના ખેલાડિયો પર પણ લોકો અને મીડિયાની ખાસ નજર રહે છે. વિરાટ બાદ લોકોની વચ્ચે સેક્સી બેટ્સમેન રોહિત શર્માની જ ચર્ચા સૌથી વધારે થઇ રહી છે એટલા માટે જ્યારે રોહિત શર્માને પર્થની ગલિયોમાં એક અજાણી યુવતીની સાથે જોવામાં આવ્યો તો લોકોમાં તે ચર્ચાનો મુદ્દો બની ગયો.
હા, મિત્રો સેક્સી સોફિયા હયાતના એક્સ પ્રેમી રોહિત શર્મા હાલમાં પર્થમાં એક અજાણી યુવતી સાથે ટાઇમ પાસ કરતા જોવામાં આવ્યા હતા. આપને જણાવી દઇએ કે હાલમાં ટીમ ઇન્ડિયા પર્થની હોટલ 'હયાત રેજેન્સી'માં રોકાયેલી છે. આ જ હોટલથી વોકિંગ ડિસ્ટન્સ પર 'ફ્રેઝર સુઇટ્સ' હોટલ છે જ્યાં તે અજાણી યુવતી રહે છે. જોકે બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓ પર પોતાની પ્રેમિકાઓ અને પત્નીઓની સાથે રહેવા પર પ્રતિબંધ લગાવ્યો છે એટલા માટે આ યુવતી 'હયાત રેજેન્સી' હોટલમાં ના આવી શકે પરંતુ રોહિત શર્મા તો તેની હોટલમાં જઇ શકે ને. એટલે રોહિત રોજ ટાઇમ પાસ કરવા માટે તેની હોટલ પર જાય છે.
અજાણી યુવતી સાથે ફરી રહ્યા છે રોહિત શર્મા
ઓસ્ટ્રેલિયા મીડિયા રિપોર્ટ અનુસાર બંને કલાકો સુધી સાથે સમય વિતાવે છે, સાથે ભોજન કરે છે અને હાથોમાં હાથ નાખીને ઓસ્ટ્રેલિયાના રસ્તાઓ પર ફરતા દેખાઇ રહ્યા છે. થોડા સમય પહેલા વિરાટ કોહલી અને શિખર ધવનને પણ આ બંનેની સાથે લંચ કરતા જોવામાં આવ્યા હતા, આ દરમિયાન આ યુવતીને વિરાટે પણ ગળે લગાવી હતી. હવે આ અજાણી યુવતી કોણ છે અને રોહિત અને તેની વચ્ચે કેવો સંબંધ છે, તે રહસ્ય પરથી હજી પર્દો ઉઠ્યો નથી પરંતુ દરેકને એ વાત જાણવાની ઘણી ઉત્સુકતા છે, જોઇએ છીએ કે રોહિત આ રહસ્ય પરથી ક્યારે પર્દો ઉચકે છે?
જોકે બંનેની બોડી લેંગ્વેજ કહે છે કે બંને ટીમ ઇન્ડિયાના નવા ઇશકઝાદા છે પરંતુ હાલમાં તમામ રોહિત શર્માના નિવેદનની રાહ જોઇ રહ્યા છે. નોંધનીય છે કે રોહિત શર્માનો લાંબા સમય સુધી હોટ બેબ સોફિયા હયાત સાથે પણ અફેયર રહ્યું છે. પરંતુ બંનેમાં વાત બની નહીં અને બંનેનું બ્રેક-અપ થઇ ગયું. હમણા જ્યારે રોહિત શર્માએ બેવડી સદી ફટકારી હતી ત્યારે સોફિયાએ પોતાની ન્યૂડ તસવીર સોશિયલ મીડિયા પર અપલોડ કરીને રોહિતને અલગ અંદાજમાં શુભેચ્છા પાઠવી હતી.












Click it and Unblock the Notifications
