રિટાયરમેન્ટ બાદ કોહલી-રોહિત શર્માને કેટલુ પેન્શન મળશે? જાણો શું છે નિયમો?
17 વર્ષના દુષ્કાળને ખતમ કરતા ભારતીય ટીમે બીજી વખત વર્લ્ડ કપ જીતીને ફેન્સના દિલ જીતી લીધા છે. આ જીત સાથે સાથે કોહલી અને રોહિત શર્માએ T20 ક્રિકેટ છોડવાની પણ જાહેરાત કરી છે.
ટીમ ઈન્ડિયાએ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાનમાં દક્ષિણ આફ્રિકા સામે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ 7 રનથી જીતીને વર્લ્ડ કપ પર કબ્જો કર્યો.

આ મુકાબલામાં કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ટીમે વિશ્વ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું. કેપ્ટન રોહિત શર્માએ પોતે બેટથી મોરચો સંભાળ્યો અને ફાઈનલ મેચમાં જ્યારે કેપ્ટન રોહિત શર્મા સસ્તામાં આઉટ થયો ત્યારે વિરાટ કોહલીએ જવાબદારી લીધી અને પાર પાડી. કોહલીની ઈનિંગ ટીમને જીત સુધી લઈ ગઈ.
ફાઈનલ મેચ બન્ને દિગ્ગજ રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. હવે સવાલ એ છે કે આ સ્ટાર ખેલાડીઓને પેન્શન મળશે કે કેમ?
BCCI ભારતીય ક્રિકેટરોને નિવૃત્તિ બાદ પેન્શન આપે છે. આ માટે BCCIના કેટલાક નિયમો છે. આ માટે ખેલાડીઓએ ચોક્કસ મેચો રમવાની હોય છે. તેના આધારે તેને પેન્શન આપવામાં આવે છે. BCCIનો પેન્શન સ્લેબ ફર્સ્ટ ક્લાસ મેચ અને ટેસ્ટ ક્રિકેટ મેચોના આધારે બનાવવામાં આવ્યો છે.
જો કોઈ ખેલાડીએ ભારત માટે 25 થી વધુ ટેસ્ટ મેચ રમી હોય તો તેને પેન્શન તરીકે દર મહિને 70,000 રૂપિયા આપવામાં આવે છે. જ્યારે 25થી ઓછી ટેસ્ટ મેચ રમનારા ક્રિકેટરોને પેન્શન તરીકે દર મહિને 60,000 રૂપિયા આપવામાં આવે છે. આ સંદર્ભમાં બંને અનુભવી રોહિત શર્મા અને વિરાટ કોહલીને પેન્શન મળશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI એ વિશ્વનું સૌથી ધનિક બોર્ડ છે. BCCI માત્ર ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો માટે જ નહીં પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા ક્રિકેટરો માટે પણ પેન્શન આપે છે. BCCI પેન્શન સ્લેબ હેઠળ, એવા ક્રિકેટરો કે જેઓ 2003 પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્ત થયા હતા અને 1 થી 74 મેચ રમ્યા હતા તેમને પેન્શન મળે છે.
તેમને પેન્શન તરીકે દર મહિને 30 હજાર રૂપિયા આપવામાં આવે છે. 75 થી વધુ ફર્સ્ટ ક્લાસ મેચ રમનારા ખેલાડીઓને પેન્શન તરીકે 45,000 રૂપિયા મળે છે. બીસીસીઆઈ મહિલા ક્રિકેટરોને પણ પેન્શન ચૂકવે છે. 5 થી 9 ટેસ્ટ રમનારને 30,000 રૂપિયા આપવામાં આવે છે.












Click it and Unblock the Notifications
