ICC એવોર્ડમાં છવાયા વિરાટ કોહલી, ICC વન ડે, ટેસ્ટના કપ્તાન
આઈસીસી દ્વારા વર્ષ 2017 માટે પુરૂષ ખેલાડીઓના એવોર્ડની જાહેરાત કરી છે, જેમાં ભારતીય કપ્તાન વિરાટ કોહલીને આઇસીસી ક્રિકેટર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યા છે.
આઈસીસી દ્વારા વર્ષ 2017 માટે પુરૂષ ખેલાડીઓના એવોર્ડની જાહેરાત કરી છે, જેમાં ભારતીય કપ્તાન વિરાટ કોહલીને આઇસીસી ક્રિકેટર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યા છે. ભારતીય કપ્તાન વિરાટ કોહલીને આઇસીસી તરફથી સર ગારફીલ્ડ સોબર્સ ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય વિરાટ કોહલીને વર્ષ 2017ના વન ડે પ્લેયર ઓફ ધ યર પણ પસંદ કરવામાં આવ્યા છે. અનેક ટક્કરના હરીફો છતાં આઈસીસી વન ડે અને ટેસ્ટ માટે કપ્તાન તરીકે વિરાટ કોહલીનું નામ પસંદ કરવામાં આવ્યું છે.

આઇસીસી દ્વારા વાર્ષિક એવોર્ડ્સ ઉપરાંત વન ડે અને ટેસ્ટ ટીમની પણ જાહેરાત કરી છે. બંને ટીમોમાં 3-3 ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે. ટેસ્ટ ટીમમાં 3 ઑસ્ટ્રેલિયન અને 3 દક્ષિણ આફ્રિકન ખેલાડીઓને સ્થાન મળ્યું છે. ટેસ્ટ ટીમમાં બે ઇંગ્લેન્ડના ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આઇસીસી ટેસ્ટ ટીમ ઓફ ધ યર
ડીન એલ્ગર (દ. આફ્રિકા - વર્ષ 2017માં 16 મેચોમાં 49.5ની સરેરાશ સાથે 1386 રન)
ડેવિડવૉર્નર (ઑસ્ટ્રેલિયા - વર્ષ 2017માં 1421 રન, સરેરરાશ 49.00)
ચેતેશ્વર પુજારા (ભારત - વર્ષ 2017માં 19 મેચમમાં 1914 રન, સરેરાશ 63.8, 7 સદી, 9 અર્ધસદી)
બેન સ્ટોક્સ (ઇંગ્લેન્ડ - 14 મેચમાં 40ના સરેરાશ સાથે 1000 રન અને 35 વિકેટ)
ક્વિંટન ડી કૉક (દ.આફ્રિકા - વર્ષ 2017માં 16 મેચમાં 41.91ની સરેરાશ સાથે 1006 રન, 2 સદી, 7 અર્ધસદી)
રવિચંદ્રન અશ્વિન (ભારત - 19 મેચમાં 111 વિકેટ, વર્ષ 2017માં 8વાર એર ઇનિંગમાં 5 વિકેટ, 3 વાર મેચમાં 10થી વધુ વિકેટ, 5 અર્ધસદી, 616 રન)
મિચેલ સ્ટાર્ક (ઑસ્ટ્રેલિયા - 11 ટેસ્ટમાં 52 વિકેટ)
કાગિસો રબાડા (દ.આફ્રિકા - દુનિયાના નં.1 ટેસ્ટ બોલર કાગિસો રબાડાએ 2017માં 15 ટેસ્ટમાં 76 વિકેટ પોતાને નામ કરી હતી)
જેમ્સ એન્ડરસન (ઇંગ્લેન્ડ - વર્ષ 2017માં 14 મેચમાં 20.01ની સરેરાશ સાથે 59 વિકેટ)
આઇસીસી વન ડે ટીમ ઓફ ધ યર
ડેવિડ વૉર્નર (ઑસ્ટ્રેલિયા)
રોહિત શર્મા (ભારત)
વિરાટ કોહલી (કપ્તાન - ભારત)
બાબાર આઝમ (પાકિસ્તાન)
એબી ડિવિલિયર્સ (દ.આફ્રિકા)
ક્વિંટન ડિ કૉક (દ.આફ્રિકા)
બેન સ્ટોક્સ (ઇંગ્લેન્ડ)
ટ્રેંટ બોલ્ટ (ન્યૂઝીલેન્ડ)
હસન અલી (પાકિસ્તાન)
રાશિદ ખાન (અફઘાનિસ્તાન)
જસપ્રીત બુમરાહ (ભારત)












Click it and Unblock the Notifications
