Ind Vs Pak: ભારતને મળી કારમી હાર, 158 પર ભારત ઓલ આઉટ
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017 ફાઇનલ મેચ ભારત વિ. પાકિસ્તાન.
રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2017 ની ફાઇનલ મેચ રમાઇ હતી. આઇસીસીની કોઇ પણ મોટી ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન આ બીજી વાર ફાઇનલ મેચમાં આમને-સામને હતા. આ પહેલાં બંન્ને ટીમો વર્ષ 2007માં ટી20 વિશ્વકપના ફાઇનલમાં રમ્યા હતા. તે સમયે ભારત 5 રનથી મેચ જીત્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં પણ બંન્ને ટીમો બીજી વાર મેદાનમાં ઉતરી હતી. પોતાની પહેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 124 રનના અંતર સાથે હરાવ્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અત્યાર સુધીમાં માત્ર એક મેચ હાર્યું છે, આ મેચમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ હતી. ભારતે નંબર વન ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે પાકિસ્તાને ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

બંન્ને ટીમોની વાત કરીએ તો, પાકિસ્તાનની ટીમની સરખામણી ભારતીય ટીમ ખૂબ મજબૂત મનાતી હતી. જો કે, આ મેચમાં ભારતને પાકિસ્તાન તરફથી કારમી હાર મળી હતી.
- ભારતની ટીમે 30.3 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 158 રન બનાવ્યા છે.
- જસપ્રીત બુમરાહે પણ માત્ર 1 રન બનાવ્યો, આ વિકેટ પણ હસન અલીએ લીધી
- આર.અશ્વિન પણ માત્ર 1 રન ફટકારી આઉટ, આ વિકેટ હસન અલીએ લીધી
- માત્ર 15 રન ફટકારી રવિન્દ્રસિંહ જાડેજા આઉટ, આ વિકેટ જુનૈદ ખાને લીધી
- 76 રન ફટકારી હાર્દિક પંડ્યા રન આઉટ
- હાર્દિક પંડ્યાએ ફટકારી અર્ધસદી
- કેદાર જાધવ(9) આઉટ,આ વિકેટ શદબ ખાને લીધી
- ભારતની પાંચમી વિકેટ, ધોની(4) પણ આઉટ. આ વિકેટ હસન અલીએ લીધી
- ભારતને ચોથો ફટકો પડ્યો યુવરાજ સિંહ(22)ના રૂપમાં
- ભારતની પડી ત્રીજી વિકેટ, ધવન થયો આઉટ
- ભારતીય ક્રિકેટર યુવરાજે ફરી માર્યો ચોગ્ગો, ભારતનો સ્કોર થયો 2 વિકેટે 32 રન.
- ભારતનો સ્કોર હાલ બે વિકેટે 22 રન જેટલો થયો છે.
- હાલ યુવરાજ અને ધવન રમી રહ્યા છે અને ભારતનો સ્કોર 17 રન થયો છે.
- વિરાટ પછી યુવરાજ એન્ટી લેતા જ ચોગ્ગો મારતા ભારતીય ક્રિકેટ પ્રેમીઓના શ્વાસમાં શ્વાસ આવ્યા છે.
- તો 6 રનમાં વિરાટ કોહલી પણ આઉટ થતા મોટો અપસેટ સર્જાયો છે.
- પહેલી ઓવરમાં ભારતને લાગ્યો ઝટકો, રોહિત શર્મા આઉટ
- પાકિસ્તાને ભારતને 339 રનનું લક્ષ્ય આપ્યું
- 50 ઓવરમાં પાકિસ્તાનની ટીમે 4 વિકેટના નુકસાન સાથે 338 રન બનાવ્યા
- વસીમ અને મોહમ્મદ હાફિઝ નોટ આઉટ
- 46 રન બનાવી મોહમ્મદ આઝમ પણ આઉટ, આ વિકેટ કેદાર જાધવે લીધી
- પાકિસ્તાનને ત્રીજો ઝાટકો, શોએબ મલિક(12) આઉટ, આ વિકેટ ભુવનેશ્વર કુમારે લીધી અને યુવરાજ સિંહે કેચ પકડ્યો
- 200 રન બાદ પાકિસ્તાનની બીજી વિકેટ, 114 રન બનાવી ફખર જમાન આઉટ
- આ વિકેટ હાર્દિક પંડ્યાએ લીધી
- 92 બોલમાં ફખર જમાને ફટકારી સદી
- 128 રન બાદ પાક.ની પહેલી વિકેટ, અઝહર અલી(59) રનઆઉટ
- અઝહર અલી અને ફખર ઝમાન બંન્નેનો સ્કોર 50ની પાર
- ભારતના ભૂવનેશ્વર અને બુમરાહની શાનદાર બોલિંગ અને છતાં પાકિસ્તાનની સ્થિર બેટિંગ
- પાકિસ્તાનની ટીમમાં બોલર મોહમ્મદ આમિરની વાપસી
- ભારતની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર










Click it and Unblock the Notifications
