For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદની પિચની કચકચ પર ICCએ વિરામ લગાવ્યો, ટીમ ઈન્ડિયાના પોઈન્ટ નહિ કપાય

અમદાવાદની પિચની કચકચ પર ICCએ વિરામ લગાવ્યો, ટીમ ઈન્ડિયાના પોઈન્ટ નહિ કપાય

|
Google Oneindia Gujarati News

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ માત્ર બે દિવસમાં જ ખતમ થઈ ગઈ હતી, જે બાદ સતત પિચ પર સવાલ ઉઠી રહ્યા હતા અને કેટલાય પૂર્વ ક્રિકેટરોએ આ પિચ પર સવાલ ઉઠાવતાં પિચને ટેસ્ટ ક્રિકેટ માટે યોગ્ય નહોતી ગણાવી. પરંતુ હવે આઈસીસીએ પિચને લઈ ચાલી રહેલ કચકચ પર પૂર્ણ વિરામ લગાવી દીધો છે. ક્રિકબજના અહેવાલ મુજબ આઈસીસીએ અમદાવાદની પિચ પર રમાયેલ પિંક બૉલ ટેસ્ટની પિચને એવરેજ ગણાવી છે, એવામાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતના અંકોમાં કોઈપણ પ્રકારની કટૌતી નહિ કરાય. આઈસીસીના આ ફેસલા બાદ ભારત પર કોઈપણ પ્રકારનો દંડ નહિ લાગે.

ind vs eng

જણાવી દઈએ કે ત્રીજી ટેસ્ટ મેચ માત્ર બે દિવસમાં જ ખતમ થઈ ગઈ હતી અને ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઓછા સમયમાં પૂરી થનાર ટેસ્ટ મેચની યાદીમાં સામેલ થઈ ગઈ હતી. જે બાદ મોટાભાગના પૂર્વ ક્રિકેટર્સે પિચ પર સવાલો ઉઠાવ્યા હતા. ડેવિડ લૉયડ, માઈકલ વૉન, એલિસ્ટર કુક અને એંડ્રૂ સ્ટ્રૉસે પિચ પર આંગળી ઉઠાવી હતી. પરંતુ ઈંગ્લેન્ડની ટીમ મેનેજમેન્ટ તરફથી પિચને લઈ કંઈપણ નહોતું કહેવાયું અને આ મામલાને આઈસીસી પર છોડી દીધો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ મેચ બાદ બંને ટીમના બેટ્સમેનને આત્મમંથન કરવાની સલાહ આપી હતી.

જણાવી દઈએ કે 2018ના આઈસીસીના નિયમ મુજબ જો પિચને એવરેજ શ્રેણીમાં રાખવામાં આવે છે તો મેજબાન ટીમ પર કોઈપણ પ્રકારની પેનલ્ટી લગાવવામાં નથી આવતી. એવામાં મોટેરાની પિચને આઈસીસીએ એવરેજ શ્રેણીમાં રાખી છે, આ હિસાબે હવે ભારતીય ટીમ પર કોઈપણ પ્રકારનો દંડ નહિ લગાવાય અને આઈસીસીની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની રેટિંગ પર અસર નહિ પડે. જો પિચની રેટિંગ એવરેજથી નીચે રહે છે તો ભારતના ટેસ્ટ ચેમ્પિયનશિપથી એક અંક કપાય જાત. જણાવી દઈએ કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મુકાબલો રમાશે. ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચનાર ન્યૂઝીલેન્ડ પહેલી ટીમ છે.

IPLના ઈતિહાસમાં ઓરેંજ કેપ જીતનાર ખેલાડીઓની યાદીIPLના ઈતિહાસમાં ઓરેંજ કેપ જીતનાર ખેલાડીઓની યાદી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ICC ends controversy on Ahmedabad's pitch
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X