ICC ODI Ranking: વન ડે રેન્કિંગમાં ગિલ, રોહિત અને કોહલીનો જલ્વો, કુલદીપ - સિરાજે પણ કર્યા ઇમ્પ્રેસ

ભારતીય ટીમ હાલમાં એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. સુપરફોરમાં પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવીને ભારતીય ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે 17મી સપ્ટેમ્બરે યોજાનાર એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા કે પાકિસ્તાનની ટીમ ભારત સામે ટકરાશે. તેનો નિર્ણય 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચ બાદ લેવામાં આવશે.

એશિયા કપની આ બંને મેચમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જબરદસ્ત રહ્યું છે. જ્યારે ભારતીય બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી તો બોલરોએ વિરોધી ટીમો સામે ઘણી વિકેટો લીધી.

ICC Ranking

પાકિસ્તાન અને શ્રીલંકા બંને ભારત સામે પૂરી 50 ઓવર રમ્યા વિના ઓલઆઉટ થઈ ગયા હતા. ખેલાડીઓના જોરદાર પ્રદર્શનની અસર તેમની રેન્કિંગમાં પણ જોવા મળી હતી.

ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ODI રેન્કિંગમાં શુભમન ગિલ બીજા નંબરે છે. જ્યારે વિરાટ કોહલી 715 પોઈન્ટ સાથે 8મા સ્થાને છે, જ્યારે રોહિત શર્મા 707 પોઈન્ટ સાથે નંબર નવમાં નંબર પર છે. આ યાદીમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનું નામ ટોચ પર છે. બાબર આઝમ ICC રેન્કિંગમાં 863 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને યથાવત છે.

એશિયા કપ સુપર ફોરની બે મેચમાં 9 વિકેટ ઝડપનાર કુલદીપ યાદવને ICC ODI રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. કુલદીપ યાદવ પાકિસ્તાન સામે 5 અને શ્રીલંકા સામે 4 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. તે 656 પોઈન્ટ સાથે સાતમા નંબર પર યથાવત છે. જ્યારે મોહમ્મદ સિરાજ 643 પોઈન્ટ સાથે 9મા નંબર પર છે.

ઓલરાઉન્ડરોની શ્રેણીમાં હાર્દિક પંડ્યા 237 પોઈન્ટ સાથે છઠ્ઠા નંબર પર છે. બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન 363 પોઈન્ટ સાથે આ યાદીમાં ટોચ પર છે. જ્યારે મોહમ્મદ નબી 303 માર્ક્સ સાથે બીજા સ્થાન પર પોતાનું સ્થાન સુરક્ષિત કરવામાં સફળ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X